શોધખોળ કરો
Advertisement
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા જેપી નડ્ડા બની શકે છે BJP અધ્યક્ષ
જગત પ્રકાશ નડ્ડા આ મહિને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે.
નવી દિલ્હી: જગત પ્રકાશ નડ્ડા આ મહિને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. બે તારીખ પર વિચાર ચાલી રહ્યો છે. 19 જાન્યુઆરી અથવા 22 જાન્યુઆરી. પાર્ટીના કેંદ્રીય નેતૃત્વનું મન દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા જેપી નડ્ડાને અધ્યક્ષ બનાવવાનું છે. પહેલા અટકળો ચાલતી હતી કે તેમને આ જવાબદારી ચૂંટણી બાદ આપવામાં આવશે. પરંતુ બાદમાં રણનીતિમાં બદલાવ કરવામાં આવ્યો છે.
એ પ્રકારની માન્યાતા છે કે 14 જાન્યુઆરી પહેલા શુભ સમય નથી હોતો. કોઈ નવું કામ શરૂ ન કરી શકો. એટલે જ ભાજપમાં જિલ્લાથી લઈને પ્રદેશ સ્તર સુધી અધ્યક્ષની પસંદગી પર રોક લગાવવામાં આવી છે. લગભગ તમામ કાર્વાહી કરી લેવામાં આવી છે. મકર સંક્રાંતિ બાદ જાહેરાત કરવામાં આવી શકે છે.
જણાવવામાં આવ્યું છે કે 18 જાન્યુઆરી સુધીમાં 50 ટકા રાજ્યોમાં અધ્યક્ષની ચૂંટણી થઈ જશે. પાર્ટીના સંવિધાન મુજબ અડધા રાજ્યોમાં ચૂંટણી બાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે.
પહેલા તૈયારીઓ હતી કે જેપી નડ્ડાને દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ અધ્યક્ષ બનાવવામાં આવે. અમિત શાહ ત્યાં સુધી આ પદ પર બન્યા રહે. પરંતુ હવે જાણકારી મળી રહી છે કે પ્લાનમાં બદલાવ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હીની ચૂંટણીથી સંગઠનની ચૂંટણી પર કોઈ પ્રભાવ નથી પડતો. જો જેપી નડ્ડા ચૂંટાશે તો તેઓ ભારતીય જનતા પાર્ટીના 11માં અધ્યક્ષ હશે. હાલ તેઓ ભાજપના કાર્યકારી અધ્યક્ષ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement