શોધખોળ કરો
Advertisement
કર્ણાટકઃ રાજ્યપાલનો આદેશ- છ વાગ્યા સુધી બહુમત સાબિત કરો, કોગ્રેસ-કુમારસ્વામીની સુપ્રીમ કોર્ટમાં અરજી
કર્ણાટક કોગ્રેસ બાદ મુખ્યમંત્રી કુમારસ્વામી પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમના મતે પાર્ટીને વ્હીપ જાહેર કરવાનો અધિકાર છે એવામાં તેનું પાલન થવું જોઇએ.
નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોગ્રેસ અને જેડીએસ બંન્ને પાર્ટીઓ પોતાની ગઠબંધન સરકાર બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના દબાણ અને ગવર્નરના આદેશ બાદ પણ શુક્રવારે બપોરે દોઢ વાગ્યા સુધીમાં બહુમત પરીક્ષણ કરાવવામાં આવ્યું નથી. ગવર્નરે હવે મુખ્યમંત્રીને એકવાર ફરી પત્ર લખ્યો છે અને શુક્રવારે સાંજે છ વાગ્યા સુધી બહુમત સાબિત કરવા કહ્યું છે. કુમારસ્વામીનું મુખ્યમંત્રી પદ ખતરામાં જોઇને તેમના ભાઇએ બ્લેકમેજીક પણ કર્યું હોવાનો ભાજપે આરોપ લગાવ્યો હતો. ભાજપે કહ્યં કે, બ્લેક મેજીક માટે મુખ્યમંત્રીના ભાઇ અને રાજ્યના મંત્રી એચડી રેવન્ના શુક્રવારે વિધાનસભામં લીંબુ લઇને આવ્યા હતા. જોકે, કુમારસ્વામીએ કહ્યું કે, એવું કાંઇ નથી. તમે એક તરફ હિંદુ સંસ્કૃતિ પર વિશ્વાસ નથી કરતા અને બીજી તરફ બ્લેક મેજીકનો આરોપ લગાવો છો. કહેવામાં આવે છે કે રેવન્ના સંકટ સમયમાં પોતાની સાથે લીંબુ રાખે છે. તેમનું માનવું છે કે તેનાથી સંકટ ટળી જાય છે.
કર્ણાટક કોગ્રેસ બાદ મુખ્યમંત્રી કુમારસ્વામી પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમના મતે પાર્ટીને વ્હીપ જાહેર કરવાનો અધિકાર છે એવામાં તેનું પાલન થવું જોઇએ. રાજ્યપાલ વજુભાઇ વાળાએ મુખ્યમંત્રી કુમારસ્વામીને પત્ર લખીને વિશ્વાસ મત માટે મતદાન માટે છ વાગ્યા સુધીનો સમય આપ્યો છે. આ અગાઉ રાજ્યપાલે દોઢ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો પરંતુ સ્પીકરે મતદાન કરાવ્યું નહોતું.Karnataka Chief Minister HD Kumaraswamy in state Assembly: I leave the decision on the floor test to you (the Speaker). It won't be directed by Delhi. I request you to protect me from the letter sent by the Governor. https://t.co/zUHJxNKpIZ
— ANI (@ANI) July 19, 2019
Karnataka Governor Vajubhai Vala sends letter to Chief Minister HD Kumaraswamy to prove majority before 6 pm, today. #Karnataka pic.twitter.com/ucjypTE8iy
— ANI (@ANI) July 19, 2019
કોગ્રેસે કર્ણાટક મામલામાં એકવાર ફરી સુપ્રીમ કોર્ટ પહોંચી છે. પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે કોર્ટમાં અરજી કરી હતી કે તેમના છેલ્લા આદેશમાં તેમની પાર્ટીના અધિકારનો ભંગ થાય છે. સુપ્રીમ કોર્ટે પોતાન આદેશમાં ધારાસભ્યોને વ્હિપમાં છૂટ આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion