(Source: ECI/ABP News/ABP Majha)
Karnataka High Court: '5 વર્ષ સુધી સંમતિ વગર શારીરિક સંબંધ ન હોઈ શકે', હાઈકોર્ટે બળાત્કારનો આરોપ ફગાવી દીધા
જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ ચુકાદામાં કહ્યું, "આ કેસમાં સંમતિ એક વાર, બે વાર, ત્રણ વાર કે દિવસો અને મહિનાઓ માટે નહીં, પરંતુ વર્ષો સુધી, સંપૂર્ણ પાંચ વર્ષ માટે લેવામાં આવે છે."
Karnataka High Court: કર્ણાટક હાઈકોર્ટે પાંચ વર્ષના જાતીય સંબંધ પછી તેના અલગ રહેતા પ્રેમી દ્વારા બળાત્કાર અને વિશ્વાસના ગુનાહિત ભંગના કેસની સુનાવણી કરી. દરમિયાન, હાઈકોર્ટે આરોપી વ્યક્તિ સામેના આરોપોને ફગાવી દીધા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પ્રેમિકાએ લગ્નના વચનને કારણે સંબંધ બાંધ્યો હતો, પરંતુ બાદમાં આરોપી તેનાથી અલગ થઈ ગયો હતો.
કર્ણાટક હાઈકોર્ટે લગ્નના વચન પર સેક્સ કરવાના યુવક સામેના આરોપોને ફગાવી દીધા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે યુવકે લગ્નનું વચન આપીને તેની સાથે પાંચ વર્ષ સુધી શારીરિક સંબંધો બાંધ્યા પરંતુ બાદમાં તે અલગ થઈ ગયો.
હાઈકોર્ટે સંબંધોની સમયરેખાનું સંજ્ઞાન લીધું હતું
જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ ચુકાદામાં કહ્યું, "આ કેસમાં સંમતિ એક વાર, બે વાર, ત્રણ વાર કે દિવસો અને મહિનાઓ માટે નહીં, પરંતુ વર્ષો સુધી, સંપૂર્ણ પાંચ વર્ષ માટે લેવામાં આવે છે." કોર્ટે આગળ કહ્યું કે, એવું ન કહી શકાય કે, એક મહિલાએ પાંચ વર્ષ સુધી તેની સંમતિ વગર યુવકે શારીરિક સંબંધ બાંધ્યો.
આટલા લાંબા સમય સુધી સંબંધ હોવાને કારણે અને આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે બનેલા સંબંધોને કારણે તેને 375 અને 376 હેઠળ ગુનો ગણી શકાય નહીં. આઈપીસીની કલમ 375 મહિલાની સંમતિ વિરુદ્ધ સેક્સને બળાત્કાર માને છે અને કલમ 376 બળાત્કાર માટે સજાની જોગવાઈ કરે છે.
શું હતો મામલો?
બેંગ્લોરમાં રહેતા એક યુવક પર તેની પૂર્વ પ્રેમિકાએ લગ્નના બહાને તેનું પાંચ વર્ષ સુધી યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ પુરૂષ સામે ફોજદારી કેસ દાખલ કર્યો હતો કે તેણે લગ્નના બહાને તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તે બળાત્કારની શ્રેણીમાં આવે છે.
તેની સામે સિવિલ અને સેશન્સ કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેની સામે યુવકે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. યુવકના કહેવા પ્રમાણે, તે અને ફરિયાદી પાંચ વર્ષથી પ્રેમમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ જાતિગત તફાવતને કારણે તે થઈ શક્યું નહીં.
આ મામલે કેસ ચાલશે
ન્યાયાધીશે કહ્યું કે આરોપી અને ફરિયાદી વચ્ચે માત્ર નાણાકીય વ્યવહાર IPCની કલમ 406 હેઠળ ફોજદારી છેતરપિંડી સમાન નથી. જો કે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે વ્યક્તિ કલમ 323 (ઉગ્ર હુમલો) અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળના ગુના માટે ટ્રાયલનો સામનો કરશે.