શોધખોળ કરો

Devayat Khavad Case : દેવાયત ખવડ વિવાદમાં પોલીસે શું કર્યો મોટો ખુલાસો? ક્યાંથી મળી કાર?

Devayat Khavad Case : દેવાયત ખવડ વિવાદમાં પોલીસે શું કર્યો મોટો ખુલાસો? ક્યાંથી મળી કાર?

Devayat Khavad dispute news: લોક ગાયક દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સનાથલમાં ડાયરાના આયોજન બાબતે થયેલી બબાલમાં દેવાયત ખવડ અને ડાયરાના આયોજકો એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. દેવાયત ખવડના ડ્રાઈવરે ડાયરાના આયોજકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે આયોજકોએ પણ દેવાયત ખવડ પર છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ મૂક્યો છે. આ મામલે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવાયત ખવડ અને સનાથલના ડાયરાના આયોજકો વચ્ચે ડાયરાના આયોજનને લઈને વિવાદ થયો હતો. દેવાયત ખવડના ડ્રાઈવર દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડાયરાના આયોજકોએ દેવાયત ખવડ પાસેથી કાર, આઈફોન અને 5 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા છે. દેવાયત ખવડે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેમની અરજી લીધા બાદ ફરિયાદ નોંધી રહી નથી, જેના પગલે તેમણે હાઈકોર્ટનો આશરો લીધો હતો.

હાઈકોર્ટમાં દેવાયત ખવડની અરજી બાદ પોલીસ સક્રિય થઈ અને આ મામલે ફરિયાદ નોંધી છે. પોલીસે દેવાયત ખવડની કાર, પાંચ લાખ રોકડા, આઈ ફોન, હાર્મોનિયમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મેઘરાજસિંહ ઉર્ફે બન્ના નામના આરોપીની ધરપકડ કરી છે.

દેવાયત ખવડના ડ્રાઈવર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, 21 તારીખે તેઓ લોક ડાયરા બાબતે દેવાયત ખવડના સંગીત સાધનો અને સંશાધનો સાથે ભાગવતસિંહના ઘરે પહોંચ્યા હતા. ત્યાંથી પીપળાવ ગામ ખાતે બીજા ડાયરાના આયોજન સ્થળે જવા નીકળ્યા હતા. જ્યારે દેવાયત ખવડ મોડી રાત સુધી પરત ન ફરતા ડ્રાઈવરે તપાસ શરૂ કરી હતી. ધ્રુવરાજસિંહ અને ભાગવતસિંહે ડ્રાઈવરની પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે રામ ભાઈ, ધ્રુવ ભાઈ અને ચાર અજાણ્યા માણસોએ દેવાયત ખવડના ડ્રાઈવરની કાર રોકી હતી અને ગાડીમાં રહેલા 5 લાખ રૂપિયા, હાર્મોનિયમ અને આઈ ફોનની ચોરી કરી ગાડીને નુકશાન પહોંચાડ્યું હતું. ડ્રાઈવર કાણા ભાઈ હરેશ ભાઈ દ્વારા આ ઘટનાની ચકાસણી કર્યા બાદ 27 તારીખે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસ દ્વારા આ મામલે B n s ની કલમ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, સમગ્ર આયોજનમાં ભગતસિંહ દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં 8 લાખ રૂપિયામાં નક્કી કર્યા છતાં ડાયરામાં હાજર ન રહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસ દેવાયત ખવડ વિરુદ્ધ રાજકોટ અને અન્ય જગ્યાએ નોંધાયેલા ગુનાઓની પણ તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે લોક ડાયરા જગતમાં ચકચાર મચી જવા પામી છે.

ગુજરાત વિડિઓઝ

Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
Vadodara:
Vadodara: "તું જે સ્કૂલમાં ભણ્યો તેનો હું પ્રિન્સિપાલ છું", વડોદરાના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
ABP Premium

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
Vadodara:
Vadodara: "તું જે સ્કૂલમાં ભણ્યો તેનો હું પ્રિન્સિપાલ છું", વડોદરાના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
શિયાળામાં દરરોજ સ્નાન કરવું ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે સાયન્સ?
શિયાળામાં દરરોજ સ્નાન કરવું ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે સાયન્સ?
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
Year Ender: આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ IPLમાંથી લીધી નિવૃતિ, 2025માં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવ્યા
Year Ender: આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ IPLમાંથી લીધી નિવૃતિ, 2025માં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવ્યા
Embed widget