Jammu Kashmir Encounter: ડોડા એન્કાઉન્ટરમાં સેનાએ ઠાર માર્યો એક આતંકી, એકે-47 અને એમ-4 રાયફલ જપ્ત, સર્ચ ઓપરેશન ચાલુ
Jammu Kashmir Doda Encounter: જમ્મુ-કાશ્મીરના ડોડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે
Jammu Kashmir Doda Encounter: જમ્મુ-કાશ્મીરના ડોડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદી પાસેથી એક એમ4 રાઈફલ ઉપરાંત એક એકે-47 મળી આવી છે. તેમણે કહ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે અને વચ્ચે-વચ્ચે ફાયરિંગ ચાલુ છે.
અધિકારીઓએ જણાવ્યું કે શિવગઢ-અસાર પટ્ટામાં છુપાયેલા વિદેશી આતંકવાદીઓની શોધમાં સુરક્ષા દળો અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન ગાઢ જંગલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આતંકવાદીઓ સાથેની અથડામણમાં કેપ્ટન દીપકસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ તેમને સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Op Assar: Update
Search for the terrorists continues amidst heavy firefight.
One officer has been injured while leading the search party. War like stores have been recovered as operations continue.@adgpi @NorthernComd_IA — White Knight Corps (@Whiteknight_IA) August 14, 2024
ડોડાની પહાડીઓમાં ભાગ્યા હતા આતંકી
અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે (14 ઓગસ્ટ 2024) સાંજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયા બાદ આતંકવાદીઓ ઉધમપુર જિલ્લાના પટનીટોપ નજીકના જંગલમાંથી ડોડામાં પ્રવેશ્યા હતા. સુરક્ષા દળોને મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળી હતી. અડધા કલાક પછી બંને વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. આ એન્કાઉન્ટર બાદ આતંકીઓ ડોડાની પહાડીઓમાં ભાગી ગયા હતા.
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં 26 જૂન, 2024 ના રોજ એક એન્કાઉન્ટરમાં, સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેઓ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM) સાથે સંકળાયેલા હોવાની શંકા હતી.
મહેબૂબા મુફ્તીએ કેપ્ટનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેપ્ટન દીપકસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. "ડોડામાં થયેલી દૂર્ઘટનાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં, જ્યાં એન્કાઉન્ટર દરમિયાન કેપ્ટન દીપકસિંહ શહીદ થયા હતા. વહીવટીતંત્ર દ્વારા સામાન્ય સ્થિતિના ઊંચા દાવાઓ છતાં, હિંસા અને "વિનાશની સાંકળ નિર્દોષ લોકોના જીવ લઈ રહી છે."
આ પણ વાંચો
Surat Crime: સુરતમાં એક જ દિવસમાં ત્રણ હત્યા, 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા મૃતદેહો