Explained: જાણો ટવિટરને કયાં કયાં મામલે મળી છે નોટિસ, ક્યાં કયાં નોંધાઇ ફરિયાદ
સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા, પોર્નોગ્રાફિક સામગ્રી, ખોટા નકશા બતાવવા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના અકાઉન્ટ બંધ કરવા જેવા અનેક મુદ્દાને લઇને ટવિટરને નોટિસ મળી છે.
નવી દિલ્લી: દેશમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટવિટરની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. નવા આઇટી નિયમોને લઇને કેન્દ્ર સરકાર સામે ટવિટરની તકરાર જારી છે. આ બધા જ વચ્ચે દેશમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા, પોર્નગ્રાાફિક સામગ્રી, બાળકો સંબંધિત અશ્લિલ સામગ્રી, ભારતનો ખોટો નકશો પોસ્ટ કરવો અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના અકાઉન્ટ બંધ કરવા જેવા અનેક મુદ્દાને લઇને ટવિટરને નોટિસ મળી છે. આ સાથે અનેક રાજ્યોમાં કેસ પણ નોંધાયા છે.
ભારતમાં ખોટો નકશો
ભારતનો ખોટો નકશો ટવિટર પર બતાવવા ના પગલે ટવિટરના વરિષ્ઠ અધિકારી સામે ફરિયાદ નોંધાઇ છે. આ ખોટા નકશો બતાવવા મુદ્દે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ફરિયાદ નોંધાઇ છે. ઉત્તરપ્રદેશના બુલંદશહેર જનપદના ખુર્જા નગરના રહેનાર વકિલ પ્રવીણ ભાટીએ ખુર્જા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવી થછે. તેમણે ફરિયાદમાં ભારતના માનચિત્રમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખને દેશની બહાર દર્શાવ્યાનો ઉલ્લેખ કર્યો છે. પ્રવીણ ભાટી ઉત્તરપ્રદેશ બજરંગ દળના સહ સંયોજક છે.
ટવિટર ઇન્ડિયાના પ્રમુખ મનીષા માહેશ્વરીના વિરૂદ્ધ કેસ નોંધાયો
ટવિટર પર ખોટો નકશો દર્શાવવા પર મધ્યપ્રદેશમાં પણ ફરિયાદ નોંધાઇ છે. મધ્યપ્રદેશના ગૃહમમંત્રી નરોત્તમ મિશ્રા દ્રારા મંગળવારે ફરિયાદ નોંધાઇ છે. ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર અને લદાખને ન દર્શાવતા કંપનીના વરિષ્ઠ અધિકારી માહેશ્વરી સામે ફરિયાદ નોંધાઇ છે. ઉપરાંત મનીષ માહેશ્વરીને ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ પોલીસમાં એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિ પર હુમલાના મામલે આપતિજનક વીડિયો પોસ્ટ કરવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું અકાઉન્ટ કર્યું બ્લોક
સંસદની એક સમિતિએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ટવિટર અકાઉન્ટને અસ્થાયી રૂપથી બંધ કરવાના મામલે માઇક્રો બ્લોગિંગ એકમને બે દિવસની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
પોર્નગ્રાફિક સામગ્રી
રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ રેખા શર્માએ ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખીને કહ્યું છે કે 'અશ્લીલ સામગ્રી' તાત્કાલિક હટાવી દે અને ટ્વિટર આ સંબંધમાં 10 દિવસની અંદર લેવામાં આવતા પગલાઓ વિશે માહિતી આપે. દિલ્હીના પોલીસ કમિશનરને પત્ર લખીને કહ્યું કે, કે આ મામલાની તપાસ થવી જોઇએ અને યોગ્ય કાયદાકીય પગલા ભરવા જોઈએ.દિલ્હી પોલીસે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને તેના પ્લેટફોર્મ પર બાળકો સંબંધિત અશ્લીલ સામગ્રીની સામે લેવાયેલા પગલાઓની માહિતી માંગતી નોટિસ ફટકારી છે. મંગળવારે ટ્વિટરને આ આ નોટિસ મોકલાઇ છે.