Railway: રેલવે સ્ટેશન પર દુકાન શરૂ કરી કરો કમાણી, જાણો શું છે તેની સરળ પ્રક્રિયા
જો તમે પણ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ
Railway Station Shop Allotment: ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ 2.5 કરોડથી વધુ નાગરિકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ વિશ્વના ઘણા દેશોની કુલ વસ્તી કરતા વધુ છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. આમાં ખાણી-પીણીથી લઈને કાગળ અને પુસ્તકો સુધીની વસ્તુઓનો સમાવેશ થાય છે. જો તમે પણ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો પાસેથી તમે લાખોની કમાણી કરી શકો છો.
તમે રેલવે સ્ટેશન પર દુકાન ખોલી શકો છો
તમે રેલવે સ્ટેશન પર ચા, કોફી, ફૂડ સ્ટોલ જેવી દુકાનો શરૂ કરીને સારી આવક મેળવી શકો છો. બદલાતા સમય સાથે મુસાફરોને રેલવે સ્ટેશનો પર એરપોર્ટ જેવી સુવિધા મળવા લાગી છે. આવી સ્થિતિમાં તમે કેટલાક સરળ સ્ટેપને ફોલો કરીને અહીં સરળતાથી દુકાન ખોલી શકો છો. રેલ્વે સ્ટેશન પર દુકાન ખોલવા માટે રેલ્વે ટેન્ડર બહાર પાડે છે. આ માટે સંપૂર્ણ પ્રક્રિયા અનુસરવામાં આવે છે. આમાં તમારે રેલવે દ્વારા આપવામાં આવેલી પ્રક્રિયાને સંપૂર્ણ રીતે અનુસરવી પડશે ત્યાર બાદ જ રેલવે લાયસન્સ આપે છે. તેની સંપૂર્ણ જવાબદારી IRCTCની છે.
કેવી રીતે અરજી કરવી?
રેલવે સ્ટેશનમાં દુકાન ખોલવા માટે તમારે પહેલા ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. અહીં તમારે ટેન્ડર વિકલ્પ પર જઈને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે. તમામ વિગતોને સમજ્યા બાદ તમારે રેલવેના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
કેટલું ભાડું ચૂકવવું પડશે?
જો તમે રેલવે સ્ટેશન પર દુકાન ખોલવા માંગો છો તો તેનું ભાડું ફક્ત તેના પર નિર્ભર રહેશે કે રેલવે સ્ટેશન કયું છે અને કેટલું વ્યસ્ત છે. આ સિવાય ભાડું પણ દુકાનની સાઇઝ અને તેમાં વેચાતા સામાન પર નિર્ભર રહેશે. સામાન્ય રીતે ચા, કોફી, ફૂડ સ્ટોલ વગેરેની દુકાન ખોલવા માટે તમારે 5 હજારથી 5 લાખ રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડી શકે છે. તમને IRCTC ના કોર્પોરેટ પોર્ટલ પર એક્ટિવ ટેન્ડર પર જ ભાડા વિશે વધુ માહિતી મળશે.