શોધખોળ કરો
Advertisement
ગુલામ નબી આઝાદે પોતે ક્યારે ભાજપમાં જોડાશે એવું કહ્યું ?
આઝાદે કહ્યું કે, કાશ્મીરમાં કાળો બરફ પડવા લાગશે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ. માત્ર ભાજપ શા માટે તે જ દિવસે હું અન્ય પાર્ટીમાં જોડાઈશ.
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ચાર દાયકા લાંબા સંસદીય કાર્યકાળ બાદ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા. આ ચાલીસ વર્ષોમાં તેમણે રાજ્યસભામાં 28 વર્ષ વિતાવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિદાય ભાષણ દરમિયાન ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતી. એક ઘટનાને યાદ કરતાં વડા પ્રધાન અભિભૂત થઈ ગયા અને ભાવનાશીલ બની ગયા. વડા પ્રધાન ઉપરાંત ગુલામ નબી આઝાદનું સમગ્ર ભાજપ દ્વારા ખૂબ માન હતું.
વડા પ્રધાન મોદીના આ વિદાય ભાષણ પછી મીડિયામાં એવી ચર્ચા થઈ હતી કે આઝાદ ભાજપમાં જોડાઇ શકે છે. હમણાં સુધી તે માત્ર આશંકાઓ હતી, પરંતુ હવે ગુલામ નબી આઝાદે આ અંગે મૌન તોડ્યું છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં આઝાદે કહ્યું કે જે દિવસે કાશ્મીરમાં કાળો બરફ પડવા માંડશે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ.
આઝાદે કહ્યું કે, કાશ્મીરમાં કાળો બરફ પડવા લાગશે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ. માત્ર ભાજપ શા માટે તે જ દિવસે હું અન્ય પાર્ટીમાં જોડાઈશ. જે લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે તેઓ મારા વિશે જાણતા નથી. જ્યારે રાજમાતા સિંધિયા વિપક્ષના નાયબ નેતા હતા ત્યારે તેમણે મારા વિશે કેટલાક આક્ષેપો કર્યા હતા.
હું ઉભો થયો અને કહ્યું કે આ આરોપને ગંભીર ગણાવીને હું સલાહ આપી રહ્યો છું કે અટલ બિહારી વાજપેયી, સિંધિયા અને લાલકૃષ્ણ અડવાણીની કમિટી 15 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરે. સમિતિ જે પણ સજા આપશે તે હું સ્વીકારું છું. વાજપેયીએ ગૃહમાં આવીને પૂછ્યું કેમ? મેં તેમને કહ્યું જે બાદ તેઓ ઉભા થયા અને બોલ્યા- હું ગૃહ અને ગુલામ નબી આઝાદની માફી માંગુ છુ. રાજમાતા સિંધિયા તેમને ઓળખતા નથી પણ હું ઓળખું છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement