શોધખોળ કરો
Advertisement
રાંચીઃ લો વિદ્યાર્થીની પર ગેંગરેપ મામલામાં 11 દોષિતોને આજીવન કેદની સજા
આ મામલામાં એક સગીર આરોપીનો કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં ચાલી રહ્યો છે. ગેંગરેપ મામલામાં 100 દિવસોથી અંદર કોર્ટમાં સુનાવણી પુરી કરી છે.
રાંચીઃ લો વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર મામલામાં 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળાવી છે. સાથે જ 50-50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ અગાઉ 26 ફેબ્રુઆરીએ જસ્ટિસ નવનીત કુમારની કોર્ટે તમામને દોષિત ઠેરવ્યા હતા. આ મામલામાં એક સગીર આરોપીનો કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં ચાલી રહ્યો છે. ગેંગરેપ મામલામાં 100 દિવસોથી અંદર કોર્ટમાં સુનાવણી પુરી કરી છે.
છેલ્લા વર્ષે 26 નવેમ્બરના રોજ રાંચીના કાંકે વિસ્તારમાં સંગ્રામપુરમાં લોની વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ મામલામાં 12 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તપાસ બાદ 24 દિવસની અંદર જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં ફરિયાદી પક્ષે 21 સાક્ષીઓ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યારે બચાવ પક્ષ તરફથી એક પણ સાક્ષી રજૂ કરાયો નહોતો.
આરોપીઓમાં કુલદીપ ઉરાંવ, સુનીલ ઉરાંવ, સંદીપ તિર્કી, અજય મુંડા, રાજન ઉરાંવ, નવીન ઉરાંવ, બસંક કચ્છપ, રવિ ઉરાંવ, રોહિત ઉરાંવ, સુનીલ મુંડા, ઋષિ ઉરાંવ અને એક સગીર સામેલ છે.
પીડિત વિદ્યાર્થીની એક મિત્ર સાથે બસ સ્ટોપ બેસીને વાતો કરી રહી હતી તે દરમિયાન એક ઓલ્ટો કારમાં સવાર છ યુવક આવ્યા હતા અને તેની છેડતી કરવા લાગ્યા. તમામ યુવકો નશામાં હતા અને તેમની પાસે હથિયાર હતા. વિદ્યાર્થીનીના મિત્રએ તેનો વિરોધ કરતા તેની સાથે મારપીટ કરી હતી. બાદમાં યુવતીનું કારમાં અપહરણ કરી તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement