શોધખોળ કરો
Advertisement
દેશના આ જાણીતા રાજ્યમાં 31 જુલાઈ સુધી જાહેર કરાયું લોકડાઉન, જાણો વિગતે
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17,959 પર પહોંચી છે. 160 લોકોના મોત થયા છે.
પટનાઃ બિહારમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે. તમામ ઉપાયો છતાં સંક્રમણના તાજા આંકડા ચિંતાજનક છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાના વધતા મામલાને જોતા સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો ફેંસલો કર્યો છે. આજે બપોરે મળેલી ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યના ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ કહ્યું, કોરોના વાયરસના સંક્રમણને જોતાં રાજ્યમાં 16 થી 31 જુલાઈ સુધી લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. આ માટેની ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે.
બિહારની રાજધાની પટનામાં એક મહિનામાં કોરોનાનો કેસમાં ઝડપથી વધારો થયો છે. જેને જોતાં રાજ્ય સરકારે 10 થી 16 જુલાઈ સુધી લોકડાઉન લગાવ્યું છે. આ દરમિયાન શહેરમાં જરૂરી સેવાઓને બાદ કરતા બધું જ બંધ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17,959 પર પહોંચી છે. 160 લોકોના મોત થયા છે. રાજ્યમાં 12,317 દર્દી ઠીક થઈ ગયા છે અને 5,482 એક્ટિવ કેસ છે.
ડેપ્યુટી સીએમ પદેથી હટાવ્યા બાદ સચિન પાયલટે શું કર્યુ ટ્વિટ ? જાણો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion