શોધખોળ કરો

SP: યુપીમાં લોકસભા પહેલા મોટી ઉથલપાથલ, અખિલેશના એકસાથે 13 MLA છોડી શકે છે પાર્ટી, 10 BJPમાં તો 3 કોંગ્રેસમાં જશે

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, 80 લોકસભા બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશમાં સૌથી મોટી પ્રાદેશિક પાર્ટી સપાને મોટો ઝટકો લાગી શકે છે

Lok Sabha Election 2024 Update: આગામી લોકસભાની તૈયારીઓમાં દેશમાં દરેક પક્ષો લાગી ગયા છે, દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતુ રાજ્ય ઉત્તરપ્રદેશને સર કરવા મોટા પક્ષો સાથે નાના પક્ષો પણ એક્ટિવ થઇ ગયા છે. સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે, ઉત્તરપ્રદેશના પ્રાદેશિક પક્ષ સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. યુપીમાં અખિલેશની પાર્ટીના એકસાથે 13 ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે, તો વળી બીજીતરફ એવી પણ ચર્ચા છે કે 10 ધારાસભ્યો ભાજપમાં તો 3 કોંગ્રેસની સાથે જઇ શકે છે. 

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, 80 લોકસભા બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશમાં સૌથી મોટી પ્રાદેશિક પાર્ટી સપાને મોટો ઝટકો લાગી શકે છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને આગામી સમયમાં ધારાસભ્યોના રૂપમાં ઝટકો લાગી શકે છે. સુત્રો અનુસાર, યુપીમાં અખિલેશ યાદવની સાયકલની સવારી એકસાથે 13 ધારાસભ્યો છોડી શકે છે. વાતો વહેતી થઇ છે કે, સપાના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે, એટલું જ નહીં સપાના ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ શકે છે. સપાના ધારાસભ્ય ઈંદ્રજીત સરોજ ભાજપના સંપર્કમાં હોવાનો સુત્રોનો દાવો છે. અમિતાભ વાજપેયી સહિત 3 MLA કોંગ્રેસમાં જઈ શકે છે. જો આમ બનશે તો લોકસભા ચૂંટણી પહેલા યુપીમાં અખિલેશ યાદવને લાગશે મોટો ઝટકો લાગી શકે છે. લોકસભા પહેલા અખિલેશ યાદવ માટે આ માઠા સમાચાર છે.

હાલમાં યુપીમાં પ્રાદેશિક પક્ષ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, આરએલડી, કોંગ્રેસ અને બીજેપી કમર કરી રહી છે. 

ચૂંટણી મેદાનમાં ઉતરતાં પહેલા જ વેરવિખેર થયું વિપક્ષ

I.N.D.I.A ગઠબંધનને સૌથી મોટો ફટકો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ગઠબંધનથી અલગ થવાથી લાગ્યો છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને દિલ્હી-પંજાબમાં આમ આદમી પાર્ટીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં જો સપાના અખિલેશ યાદવ પણ એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરશે તો ભારત નામનું ગઠબંધન જ રહેશે અને એનડીએને પડકારવું ઘણું મુશ્કેલ બની જશે. ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંત સુધીમાં અથવા માર્ચના પ્રથમ સપ્તાહમાં આગામી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ પછી તમામ પાર્ટીઓ અને ગઠબંધનને 543 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરવી પડશે. શાસક એનડીએ ગઠબંધન આ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં તે બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે જ્યાં તે જીતી નથી, પરંતુ I.N.D.I.A ગઠબંધન માટે પડકાર મોટો છે. ઘણી પાર્ટીઓ ગઠબંધનને ફટકો આપી ચૂકી છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે અત્યાર સુધી કઇ પાર્ટીઓએ ગઠબંધનને હચમચાવી દીધું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget