શોધખોળ કરો

Lok Sabha Elections: જો તમારી પાસે નથી પહોંચી મતદાર સ્લીપ, તો આ દસ્તાવેજોનો ઉપયોગ કરી આપી શકશો મત

પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં મધ્યપ્રદેશની 9 સંસદીય બેઠકો પર એક કરોડ 77 લાખ 52 હજાર 583 મતદારો મતદાન કરશે. તમામ મતદારોને ક્યૂઆર કોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું છે. QR કોડ ધરાવતી મતદાર સ્લીપમાંથી મતદારો તેમના મતદાન મથકનું નામ, સરનામું, નંબર, મતદાર યાદીમાં મતદાર નંબર, રાજ્ય અને જિલ્લાનો હેલ્પલાઇન નંબર જેવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશે.

મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને જણાવ્યું હતું કે જો કોઈ મતદાર પાસે મતદાર સ્લિપ ન હોય અને તેનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોય તો મતદાર 13 આઇકાર્ડમાંથી કોઈપણ એક બતાવીને પોતાનો મત આપી શકશે.

આ 13 વૈકલ્પિક દસ્તાવેજો છે

ફોટો સાથેનું ચૂંટણી કાર્ડ

આધાર કાર્ડ

પાન કાર્ડ

દિવ્યાંગ યુનિક આઈડી કાર્ડ

ડ્રાઇવિંગ લાયસન્સ

મનરેગા જોબ કાર્ડ

પેન્શન દસ્તાવેજો (ફોટો સાથે)

પાસપોર્ટ

પાસબુક (ફોટો સહિત બેન્ક/પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરાયેલ)

ફોટો સાથેનું સેવા ઓળખ કાર્ડ (કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ઉપક્રમ/પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલ)

સાંસદ અને ધારાસભ્ય સભ્યોને જાહેર કરાયેલ અધિકૃત ઓળખપત્ર

NPR હેઠળ RGI દ્વારા જાહેર કરાયેલ સ્માર્ટ કાર્ડ

તમે સ્વાસ્થ્ય સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જાહેર કરાયેલ)માંથી કોઈપણ એક દસ્તાવેજ બતાવીને મત આપી શકો છો. તેમણે તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ કર્યો છે.

દેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ સિવાય ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે અને સાતમા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. મધ્યપ્રદેશમાં 4 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. 

ચૂંટણી પહેલા લોકોને વોટર આઈડી કાર્ડ અંગે અનેક પ્રશ્નો હોય છે, આવા લોકો માટે વોટર હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે જો તમારે મતદાર કાર્ડને લગતું કોઈ કામ કરવાનું હોય અને તમને તેના વિશે જાણ ન હોય તો ગભરાવાની જરૂર નથી. તમે ટોલ ફ્રી નંબર ડાયલ કરીને મતદાર કાર્ડ સંબંધિત દરેક માહિતી મેળવી શકો છો. તમે મતદાર હેલ્પલાઇન નંબર 1950 પર કૉલ કરી શકો છો. આ હેલ્પલાઈન નંબર પર તમને ચૂંટણી સંબંધિત દરેક માહિતી મળશે. મતદાર કાર્ડ કેવી રીતે બનાવવું, સરનામું કેવી રીતે બદલવું અથવા મતદાર કાર્ડ કેવી રીતે બદલવું તે અંગેની દરેક માહિતી તમને મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget