શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકપાલ સદસ્ય જસ્ટિસ એકે ત્રિપાઠીનું કોરોના વાયરસના કારણે નિધન, સંક્રમિત દીકરી પણ AIIMSમાં ભરતી
છત્તીસગઢ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા એ.કે.ત્રિપાઠીએ નારાયણ એપેક્સ ટ્રૉમા સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા, તે 62 વર્ષના હતા
![લોકપાલ સદસ્ય જસ્ટિસ એકે ત્રિપાઠીનું કોરોના વાયરસના કારણે નિધન, સંક્રમિત દીકરી પણ AIIMSમાં ભરતી lokpal justice ak tripathi dies due to coronavirus લોકપાલ સદસ્ય જસ્ટિસ એકે ત્રિપાઠીનું કોરોના વાયરસના કારણે નિધન, સંક્રમિત દીકરી પણ AIIMSમાં ભરતી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/03130305/Tripathi-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ લોકપાલ સદસ્ય જસ્ટિસ એકે ત્રિપાઠીનું કોરોના વાયરસ સંક્રમણના કારણે નિધન થઇ ગયુ છે. તે રાજધાની દિલ્હીની એઇમ્સમાં ભરતી હતા, દેશમાં કોરોના વાયરસના કારણે આ પહેલી હાઇપ્રૉફાઇલ મોત છે.
છત્તીસગઢ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા એકે ત્રિપાઠીએ નારાયણ એપેક્સ ટ્રૉમા સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા, તે 62 વર્ષના હતા.
જસ્ટિસ એકે ત્રિપાઠી બે એપ્રિલથી એઇમ્સમાં ભરતી હતા. તે લોકપાલના ચાર ન્યાયિક સદસ્યોમાંથી એક હતા. કોરોના વાયરસથી સંક્રમિત તેમની દીકરી પણ એઇમ્સમાં ભરતી છે.
રિપોર્ટ્સ પ્રમાણે, હાલત બગડ્યા બાદ એ.કે.ત્રિપાઠી છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતા, તેમને રાત્રે 8 વાગે અંતિમ શ્વાસ લીધા. ત્રિપાઠી ગયા મહિને કોરોના પૉઝિટીવ આવ્યા હતા, અને એઇમ્સમાં ભરતી કરાયા હતા, બાદમાં તે આઇસીયુ અને પછી ટ્રૉમા સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા. અહીં ખાસ કરીને રૉડ અકસ્માતમાં ઘાયલ લોકોનો ઇલાજ કરાવવામાં આવે છે. પણ તાજેતરમાં જ આને કૉવિડ-19 સમર્પિત હૉસ્પીટલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યુ હતુ. અહીં લઇ જવામાં આવેલા એ.કે.ત્રિપાઠી પહેલા દર્દી હતા.
એકે ત્રિપાઠીને બિહારમાં એક અતિરિક્ત મહાવિવક્તા તરીકે પણ કામે કર્યુ હતુ, બાદમાં તેમને પટના હાઇકોર્ટમાં ન્યાયાધીશ અને પછી મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. તેમને ગયા વર્ષે માર્ચમાં લોકપાલના ન્યાયિક સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion