શોધખોળ કરો
Advertisement
રાંધણ ગેસના ભાવમાં કેટલા રૂપિયાનો કરાયો વધારો, ભાવ જાણીને આંચકો લાગશે
રાંધણ ગેસના ભાવમાં છ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સબસીડી વિનાના સિલિન્ડરની કિંમત 22.5 ટકા જેટલી વધી છે. આ વધારો આજથી જ એટલે કે 1 મેથી જ લાગુ થશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી વચ્ચે સામાન્ય પ્રજાને વધુ એક ઝાટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. જાહેર સંસ્થાની ગેસ-તેલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવોમાં વધારો કર્યો છે. રાંધણ ગેસના ભાવમાં છ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સબસીડી વિનાના સિલિન્ડરની કિંમત 22.5 ટકા જેટલી વધી છે. આ વધારો આજથી જ એટલે કે 1 મેથી જ લાગુ થશે.
આ વધારા બાદ દિલ્હીમાં રહેતા રાંધણ ગેસના વપરાશકારોને સિલિન્ડરની કિંમત રૂ.496થી વધીને રૂ.502 પહોંચી ગઈ છે, જ્યારે અમદાવાદમાંમાં ગેસના બાટલાની કિંમત આશરે રૂ 700.70ને બદલે રૂ.706.70 ચૂકવવી પડશે. આ સાથે કોમર્શિયલ સિલિન્ડર રૂ.730માં કંપનીઓ વેંચશે.
ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલે પણ રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ તે સમયે રૂ.5 વધાર્યો હતો, જ્યારે સબસીડી વાળા સિલિન્ડરની કિંમત 25 પૈસા વધારી હતી. દિલ્હીમાં ઈન્ડેનના 14.2 કિલોના સબસીડી વાળા સિલિન્ડરની કિંમત રૂ. 706.50 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement