ઉદ્ધવ સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાઇવેટ અને સરકારી શાળાની ફીમાં કર્યો ઘટાડો, જાણો કેટલા ટકા કર્યો ઘટાડો
મહારાષ્ટ્ર સરકારે સરકારી અને પ્રાઇવેટ સ્કૂલની ફીમાં 15% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાની મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે
મહારાષ્ટ્ર:મહારાષ્ટ્ર સરકારે સરકારી અને પ્રાઇવેટ સ્કૂલની ફીમાં 15% ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાની મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે
મહારાષ્ટ્ર સરકારે 12 ઓગસ્ટે લાખો વાલીઓને રાહત આપતાં એક મહત્વની જાહેરાત કરી છે. ઉદ્ધવ સરકારે પ્રાઇવેટ અને સરકારી તમામ શાળામાં 15 ટકા ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
શૈક્ષણિક સત્ર 2021થી22 માટે સરકારી અને પ્રાઇવેટ બધી જ શાળામાં 15 ટકા ફી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય મુજબ જો વાલીઓએ આ જાહેરાત પહેલા જ વર્ષની સંપૂર્ણ ફી ભરી દીધી હશે તો તેને આગળના વર્ષની ફીમાં એડજસ્ટ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, 28 જુલાઇ 2021માં મહારાષ્ટ્ર મંત્રીમંડળની બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ બધી જ સરાકારી અને પ્રાઇવેટ સ્કૂલન 15 ટકા ફી ઘટાડવાના આદેશ કર્યો હતા. ઉલ્લેખનિય છે કે, મેં માસમાં સીએમ ઉદ્ધવ અને રાજ્ય શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડને પત્ર લખીને 2019થી 2021 સુધી 15 ટકા ફી માફ કરવાનો અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય,રાજસ્થાન સરકારના પદચિન્હ પર કર્યો છે. આ પહેલા રાજસ્થાન સરકારે પણ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલમાં 15 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.