શોધખોળ કરો

Saif Ali Khan Attack: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રથમ પ્રતિક્રિયા, બોલ્યા- 'કયા પ્રકારની મંશાથી...'

Mumbai News: એક હાઈ પ્રૉફાઇલ વ્યક્તિ પર આ પ્રકારના હુમલાથી દરેક વ્યક્તિ ચોંકી ગયા છે. રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે

Mumbai News: અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા છરીથી હુમલાને લઇને ચારેયબાજુ ચર્ચા છે, એક્ટરની સર્જરી થઇ ગઇ છે અને સુરક્ષિત છે. હવે અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પહેલી પ્રતિક્રિયા આપી છે, તેમને કહ્યું કે પોલીસે તેના વિશે માહિતી આપી છે, આ કેવા પ્રકારનો હુમલો છે, પોલીસે બધી માહિતી આપી છે. મુંબઈ અસુરક્ષિત છે એમ કહેવું ખોટું છે. મુંબઈ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ હુમલા પાછળનો હેતુ શું હતો, તે બધું ટૂંક સમયમાં જ બહાર આવશે.

સૈફ અલી ખાન પર તેમના ઘરે હુમલો થયો હતો. હુમલાખોરે તેને ઘણી વાર છરી મારી, જેના કારણે તેને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થઈ. પોલીસે એક આરોપીની ઓળખ કરી લીધી છે અને તેની શોધખોળ ચાલુ છે. હુમલા પાછળના હેતુની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે આ કેસની તપાસ માટે 10 ટીમો તૈનાત કરવામાં આવી છે.

સૈફ અલી ખાનની તબિયત અત્યારે સારી છે - 
આ દરમિયાન, સારવાર કરી રહેલા ડૉકટરો તરફથી એક નિવેદન આવ્યું છે, જે મુજબ સૈફ અલી ખાનને શુક્રવારે રજા આપવામાં આવી શકે છે. તે હવે ખતરામાંથી બહાર છે. મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના ઘરે કામ કરતી નોકરાણીની પૂછપરછ કરી છે. પોલીસને તેના પર શંકા છે.

બીજીતરફ, એક હાઈ પ્રૉફાઇલ વ્યક્તિ પર આ પ્રકારના હુમલાથી દરેક વ્યક્તિ ચોંકી ગયા છે. રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે અને વિપક્ષી પક્ષ આરોપ લગાવી રહ્યો છે કે મહાયુતિ સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. શિવસેના-યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ કટાક્ષભર્યા સ્વરમાં પૂછ્યું કે શું સરકારમાં કોઈ એવું છે જે જનતાની સુરક્ષાની ચિંતા કરે? વળી, સૈફ અલી ખાનના ચાહકો અને બૉલીવૂડ સેલિબ્રિટીઓ તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

6 જગ્યાએ ઊંડા ઘા, 2 જગ્યાએ મોટી ઇજા, ઘાયલ સૈફ અલી ખાનના આ અંગો પર થયો છે ચપ્પૂથી હુમલો, આવ્યું હેલ્થ અપડેટ

અભિનેતા સૈફ અલી ખાનને ગંભીર હાલતમાં લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના તેમના નિવાસસ્થાને બની હતી, જ્યાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે પ્રવેશ્યો હતો. આ દરમિયાન તેમના પર ધારદાર છરીથી હુમલો કરવામાં આવ્યો. હવે અભિનેતાની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસ પણ આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. તપાસ દરમિયાન પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. હવે પોલીસ અને હૉસ્પિટલ પ્રશાસને આ મામલે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. અભિનેતાની ટીમે આ સંબંધિત માહિતી પણ શેર કરી છે. આ ઘટના રાત્રે લગભગ 2.30 વાગ્યે બની હોવાનું કહેવાય છે.

હૉસ્પિટલે આપી જાણકારી - 
લીલાવતી હૉસ્પિટલે પણ સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે એક નિવેદન જાહેર કર્યું છે. અભિનેતાની હાલત કેટલી ગંભીર છે અને આરોપીઓએ તેના શરીરના કયા ભાગો પર હુમલો કર્યો છે તે જણાવવામાં આવ્યું છે. હૉસ્પિટલના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાન પર છ જગ્યાએ હુમલો થયો હતો અને અભિનેતાના શરીર પર બે જગ્યાએ ઊંડી ઈજાઓ થઈ છે. ગરદન અને કરોડરજ્જુ પર છરીથી હુમલો થયો છે. ANI ના અહેવાલ મુજબ, અભિનેતાની સર્જરી સફર થઇ છે.

પોલીસે પણ આપ્યુ નિવેદન - 
પોલીસ સૈફ અલી ખાનના ઘરે પહોંચી ગઈ છે. પોલીસ સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી ગઈ છે. પોલીસ આ મામલે ઘરના સ્ટાફની પૂછપરછ કરશે. પોલીસે હુમલાખોરની ઓળખ કરી લીધી છે. હુમલાખોરનો ફોટો સીસીટીવીમાંથી સામે આવ્યો છે. સૈફ પર થયેલા હુમલા અંગે મુંબઈ પોલીસનું નિવેદન પણ બહાર આવ્યું છે. પોલીસનું કહેવું છે કે અભિનેતા પર થયેલા હુમલાની તપાસ ચાલી રહી છે. સૈફ અલી ખાનના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ઘુસી ગયો. અભિનેતા સાથે ઝપાઝપી થઈ. સૈફ અલી ખાનની ટીમ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. ટીમનું કહેવું છે કે ઘરમાં ચોરીનો પ્રયાસ થયો છે. ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરવામાં આવી છે.

ઘરે હતી કરિના - 
આ ઘટના સમયે અભિનેતાની પત્ની કરીના કપૂર ઘરે હતી. તમને જણાવી દઈએ કે, અભિનેતા છેલ્લે 'દેવરા પાર્ટ 1'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેણી જૂનિયર એનટીઆર સાથે મુખ્ય ભૂમિકામાં હતી. અભિનેતાએ નકારાત્મક ભૂમિકા ભજવી હતી, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો

Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget