(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં ચાર મહિના બાદ એક દિવસમાં કોરોનાના સૌથી વધુ 2701 નવા કેસ નોંધાયા
આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં બુધવારે કોવિડ સંક્રમણના 2,701 કેસ નોંધાયા છે
મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ લઇ રહ્યા નથી. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં બુધવારે ચાર મહિના પછી એક જ દિવસમાં કોવિડ-19ના સૌથી વધુ 2,701 કેસ નોંધાયા છે. રાજધાની મુંબઈમાં જ 1765 નવા કેસ નોંધાયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 9806 છે. અગાઉ મંગળવારે કોરોના વાયરસના 1,881 નવા કેસ નોંધાયા હતા.
Maharashtra | 2701 new COVID cases were reported today in the state while 1327 patients were discharged. With zero deaths today, active cases stood at 9806 pic.twitter.com/paj2ceOecp
— ANI (@ANI) June 8, 2022
આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં બુધવારે કોવિડ સંક્રમણના 2,701 કેસ નોંધાયા છે, જે મંગળવારના કેસ કરતાં 820 વધુ છે. બુધવારે 1,765 કોવિડ દર્દીઓ મુંબઈના છે. સાથે જો મુંબઈમાં સોમવારે આવેલા કોવિડ કેસની વાત કરીએ તો આ દિવસે 1036 કેસ નોંધાયા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 1881 નવા કેસ નોંધાયા હતા. સોમવારે કોવિડના 1036 કેસ નોંધાયા હતા. મંગળવારે એકલા મુંબઈમાં જ કોવિડ-19ના 1242 નવા કેસ નોંધાયા હતા, જે સોમવારે 676 હતા.
મહારાષ્ટ્ર સરકાર કોવિડના મામલાઓને લઈને ઘણી સતર્ક છે. સરકારે કોવિડ સામે લડવા માટે પહેલાથી જ માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર મહારાષ્ટ્રમાં આ સમયે ટેસ્ટ પોઝિટીવીટી રેટ 9.74 ટકા છે. આનો અર્થ એ છે કે કોવિડ માટે પરીક્ષણ કરાયેલા દર 100 લોકોમાંથી લગભગ 10 લોકો પોઝિટીવ આવતા હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું
IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન