શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ મોટા રાજ્યમાં લોકડાઉન 28 ફેબ્રુઆરી સુધી લંબાવાયું, કોરોનાનો કહેર યથાવત
રાજ્યના મુખ્ય સચિવ સંજય કુમારે લૉકડાઉનને એક મહિના સુધી લંબાવવાનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જીવલેણ કોરોના વાયરસના કારણે ઉદ્ધવ ઠાકરે સરકારે લૉકડાઉન 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધું છએ. આ મામલે આજે રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યો છે. આ પહેલા રાજ્ય સરકારે લોકડાઉનને 31 જાન્યુઆરી સુધી લંબાવ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવ સંજય કુમારે લૉકડાઉનને એક મહિના સુધી લંબાવવાનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે. જેમાં કહેવામાં આવ્યું છે કરે, અગાઉ જે કાર્યોને ચાલુ રાખવામાં આવ્યા છે, જે ચાલુ રહેશે અને લોકડાઉન સંબંધિત અગાઉના તમામ આદેશ આગામી 28 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ત્રણ હજાર 537 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 70 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 19 લાખ 28 હજાર 603 કેસ સામે આવી ચુક્યા છે અને 49 હજાર 463 લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક ફેબ્રુઆરીથી મુંબઈ લોકલ ટ્રેન સેવા બધા માટે ઉપલબ્ધ હશે. જાણકારી અનુસાર સામાન્ય લોકો માટે લોકલ સેવા સવારે સાત કલાકથી બપોરે 12 કલાક સુધી અને સાંજે ચાર કલાકથી નવ કલાકની વચ્ચે ઉપલબ્ધ નહીં હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion