શોધખોળ કરો

Navratri 2021: આ રાજ્યમાં પાર્ટી પ્લોટમાં પણ યોજાશે ગરબા, સરકારે આપી મંજૂરી, જાણો શું છે ગાઇડ લાઇન

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન પર પર પ્રતિબંધ મૂકાયો છે તો મહારાષ્ટ્રમાં પાર્ટી પ્લોટન ગરબાના આયોજનને લીલીઝંડી અપાઇ છે.

મુંબઇ:નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન પર પર પ્રતિબંધ મૂકાયો છે તો મહારાષ્ટ્રમાં ગરબાના આયોજનને લીલીઝંડી અપાઇ છે.

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે મહામારીમાં ગરબાના આયોજનને લઇને રાજ્ય સરકાર દ્રારા ગાઇડ લાઇન રજૂ કરાઇ છે. ગુજરાતમાં પણ શેરી ગરબાને 400 લોકોની મર્યાદા સાથે મંજૂરી અપાઇ છે. જ્યારે પાર્ટી પ્લોટના આયોજન પર આ વર્ષે પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

મહારાષ્ટ્રમાં સરકારે પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનને મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઇ સિવાય મહારાષ્ટ્રમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબાના આયોજનને મંજૂરી આપી છે. માસ્ક અને કોવિડની ગાઇડલાઇનના પાલન સાથે મહારાષ્ટ્ર સરકારે ગરબાને મંજૂરી આપી છે, જો કે મુંબઇ સિવાયના મહારાષ્ટ્રમાં ગરબાની મંજૂરી અપાઇ છે. આરોગ્ય  વિભાગની મંજૂરી બાદ ખેલૈયા અને આયોજકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. 

મહારાષ્ટ્રના આરોગ્યે વિભાગે માસ્ક અને sopના પાલન સાથે મહારાષ્ટ્રમાં ગરબાને મંજૂરીઆપી છે.  આ નિર્ણયથી હવે મુંબઇ સિવાય મહારાષ્ટ્રમાં નવેય દિવસ લોકો રંગેચંગે મા દુર્ગાની આરાધના કરી શકશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતના ગરબા વિદેશમાં પણ આટલા જ લોકપ્રિય છે ત્યારે દુબઇ અમેરિકા,બ્રિટેનમાં પણ ગરબાનું આયોજન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતના પાર્ટી પ્લોટના ગરબા પર બેન લાગી જતાં ખેલૈયા અને આયોજકો સહિત કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે. 

ગુજરાતમાં ગરબાના આયોજન માટે શું છે નિયમો

સરકાર ગુજરાતમાં નવરાત્રિમાં કોઈપણ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, માતાજીની પૂજા-આરતી માટે મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે. આગામી 17મી ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી લેવાની રહેશે. જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી નવરાત્રીમાં આરતી માટેની પરવાનગી મળી શકશે. આ વર્ષે સરકારે કોરોનાના કારણે ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો છે.

બુધવારે ગાંધીનગરમાં પ્રદિપસિંહ જાડેજાએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. તમામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી શકાશે. તમામ મંદિરોમાં LED થકી દર્શન કરાવાશે. આ સાથે જ પ્રસાદ આપવાના નિર્ણયમાં પણ સુધારો કરાયો છે. મંદિરો બંધ પેકિંગમાં પ્રસાદ આપી શકાશે. અગાઉ પ્રસાદ નહીં વહેંચવા નિર્ણય લેવાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

વિડિઓઝ

Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Embed widget