શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં 31 મે સુધી લંબાયું લૉકડાઉન, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર
મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે મોટો ફેંસલો કર્યો અને રાજ્યમાં લૉકડાઉનને આગામી 31 મે સુધી લંબાવવાનો આદેશ કરી દીધો છે
નવી દિલ્હીઃ લૉકડાઉનનો ત્રીજો તબક્કો આજે પુરો થઇ રહ્યો છે, કાલથી લૉકડાઉન-4ની શરૂઆત થઇ જશે, જોકે, કેન્દ્ર સરકાર તરફથી હજુ આના પર કોઇ ગાઇડલાઇન બહાર પાડવામાં નથી. આ પહેલા હવે મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય કરતા રાજ્યમાં લૉકડાઉન 31 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે.
મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે મોટો ફેંસલો કર્યો અને રાજ્યમાં લૉકડાઉનને આગામી 31 મે સુધી લંબાવવાનો આદેશ કરી દીધો છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતની સંખ્યા......
મહારાષ્ટ્રમાં કૉવિડ-19 સંક્રમણના 1606 નવા કેસો સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા 30706 થઇ ગઇ છે, 67 દર્દીઓના મોતની સાથે મૃતકોની સંખ્યા 1135 પહોંચી ગઇ છે. જોકે અત્યાર સુધી 7088 દર્દીઓ ઠીક પણ થઇ ચૂક્યા છે.
મુંબઇમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે, શનિવારે 884 નવા કેસો નોંધાતા શહેરમાં સંક્રમિતોની સંખ્યા વધીને 18396 ને પાર પહોંચી ગઇ છે. જ્યારે 41 લોકોના મૃત્યુ સાથે મરનારાઓની સંખ્યા 696 થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement