શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PM મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમથી 68મી વખત દેશને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ અંતર્ગત આજે દેશને સંબોધન કરશે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’અંતર્ગત આજે દેશને સંબોધન કરશે. આ કાર્યક્રમનું પ્રસારણ આજે સવારે 11 વાગ્યે થશે. પીએમ મોદીના ‘મન કી બાત’નો 68મો કાર્યક્રમ છે. મન કી બાત કાર્યક્રમ દેશભરમાં આકાશવાળી અને દુરદર્શન નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. પીએમ મોદીએ આ પહેલા 26 જુલાઈના રોજ મન કી બાત કાર્યક્રમથી દેશને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ 18 ઓગસ્ટે ટ્વીટ કરીને દેશભરના લોકોને મન કી બાત કાર્યકાર્યક્રમ માટે વિચારો શેર કરવાની અપીલ કરી હતી. ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, 1800-11-7800 નંબર પર કોલ કરીને પોતાના સવાલોને રેકોર્ડ પણ કરી શકાશે.
ગત મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, હું આપને આગ્ર કરીશ કે જ્યારે પણ માસ્કના કારણે પરેશાની લાગે, ઉતારી દેવાનું મન થાય તો બે ઘડી તે ડૉક્ટરોનું સ્મરણ કરજો, તે નર્સો, આપણા કોરોના વોરિયર્સનું સ્મરણ કરજો, જેઓ માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણને બચાવવામાં લાગેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion