કોરોના સંકટના કારણે દેશના કેટલા રાજ્યોમાં છે સંપૂર્ણ લોકડાઉન ? જુઓ આ રહી યાદી
દેશમાં કોરોના વાયરસનો કહેર (Coronavirus Cases India) વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો કહેર (Coronavirus Cases India) વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ, કેરળ સહિતના રાજ્યો લોકડાઉન લગાવી ચુક્યા છે.
દિલ્હીમાં સૌથી 19 એપ્રિલે રાત્રે 10 વાગ્યાથી 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. બાદમાં 25 એપ્રિલે તેને એક સપ્તાહ માટે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો જે 3 મે સવારે 5 વાગ્યે સમાપ્ત થવાનું હતું. બાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને વધુ એક સપ્તાહ માટે વધારવાની જાહેરાત કરી હતી.
હરિયાણા 3 મેથી ચાલુ કરી સાત દિવસ સુધીનું લોકડાઉન છે. હરિયાણામાં સંપૂર્ણ લોકડાઉન છે.
બિહારે 4 મેના રોજ 15 મે સુધી લોકડાઉન લગાવી દીધું હતું.
કેરળના મુખ્યમંત્રી પી વિજયને (Kerala CM Pinarayi Vijayan) કહ્યું, કોરોનાની બીજી લહેરામાં રાજ્યમાં વધી રહેલા કોવિડ-19 કેસ પર નિયંત્રણ મેળવવા 8 મેના રોજ સવારે 6 વાગ્યાથી 16 મે સુધી લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી.
ઓડિશા 5 મેથી 19 મે સુધી 14 દિવસના લોકડાઉન હેઠળ છે.
મધ્યપ્રદેશમાં 15 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે તેની જાહેરાત કરી છે.
રાજસ્થાનમાં 17 મે સુધી લોકડાઉન જેવી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
કર્ણાટકમાં 27 એપ્રિલની રાતથી 12 મે સુધી લોકડાઉન છે.
ઝારખંડ 22 એપ્રિલથી 6 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધ હેઠળ છે.
મહારાષ્ટ્રમાં 5 એપ્રિલના રોજ લોકહિતમાં લોકડાઉન જેવા હુકમો અને લોકોની અવરજવર પર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. બાદમાં મહામારીને રોકવા 15 મે સુધી પ્રતિબંધો લંબાવી દેવામાં આવ્યા હતા.
ગોવા સરકારે રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાને રાખતા અલગ-અલગ પ્રતિબંધોને 10 મે સુધી વધારવાની જાહેરાત કરી છે.
પુડુચેરીએ 10 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે.
ઉત્તરપ્રદેશે વીકએન્ડ લોકડાઉનને ગુરુવાર સુધીમાં વધુ બે દિવસ વધાર્યા છે.
પંજાબમાં વીકેન્ડ લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ જે 15 મે સુધી અમલમાં રહેશે.
ગુજરાતના 29 શહેરોમાં નાઈટ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ અવરજવર અને ભેગા થવા પર પ્રતિબંધો છે.