Afghanistan News: વિદેશ મંત્રાલયે કહ્યું- ઘણા ભારતીયો અફઘાનિસ્તાનથી દેશ પરત આવવા માંગે છે, અમે તેમના સંપર્કમાં
ભારતે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલમાં સુરક્ષા સ્થિતિ ખરાબ થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સરકાર અફઘાનિસ્તાનમાં તમામ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
Afghanistan News: અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે તાબિબાનનો કબજો થઈ ગયો છે. તેની વચ્ચે ભારતે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલમાં સુરક્ષા સ્થિતિ ખરાબ થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે સરકાર અફઘાનિસ્તાનમાં તમામ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
આ સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં કેટલાક ભારતીય નાગરિકો છે, જે પરત આવવા માંગે છે અને અમે તેમના સંપર્કમાં છીએ. અમે અફઘાન શિખ, હિંદૂ સમાજના પ્રતિનિધિઓના સંપર્કમાં છીએ. તે લોકોને મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે.
અરિંદમ બાગચીએ કહ્યું કે કાબુલ એરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાઇટનું સંચાલન આજે સ્થગિત કરવામાં આવ્યું છે. આનાથી અમારા વતન આવવા માટેના અમારા પ્રયત્નોને રોકવાની ફરજ પડી છે. અમે પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ.
વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કાબુલ એરપોર્ટ પર ઘણી અફરાતફરીની સ્થિતિ છે. લોકો અફઘાનિસ્તાન છોડીને તેમના વતન પાછા ફરવા માંગે છે. આવી સ્થિતિમાં કાબુલ એરપોર્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. માહિતી અનુસાર, ભારતના 130 લોકો કાબુલમાં હાજર છે. આમાં કેટલાક રાજદ્વારીઓ સામેલ હોવાની સૂચના છે. ગઈ કાલે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI244 કાબુલથી 129 લોકો સાથે દિલ્હી આવી હતી. અફઘાનિસ્તાનની સ્થિતિની ઉચ્ચસ્તરે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં ભારતીય નાગરિકો અને હિતોની સુરક્ષા માટે સરકાર દરેક પગલું ભરશે.
અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિ
અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિ વચ્ચે હજારો લોકો પોતાનો જીવ બચાવવા દેશ છોડવા આતુર છે. સોમવારે સવારે કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જે તસવીરો બહાર આવી છે તે આશ્ચર્યજનક છે. ફ્લાઇટ પકડવા માટે હજારો લોકો તૈયાર છે. એરપોર્ટમાં પ્રવેશવાની જગ્યા નથી અને ચારેય બાજુ નાસભાગનું વાતાવરણ છે. કાબુલ એરપોર્ટના ફોટા/વીડિયો અફઘાનિસ્તાનના કેટલાક સ્થાનિક પત્રકારો દ્વારા ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હજારો લોકો પોતાની બેગ લઈને એરપોર્ટની આસપાસ ફરતા હોય છે અને માત્ર એક ફ્લાઈટમાં સીટની રાહ જોઈ રહ્યા હોય છે. પરિસ્થિતિ એટલી હદે આવી ગઈ છે કે હજારો લોકો એરપોર્ટના રનવે પર પહોંચી ગયા છે, જે દેશ છોડવા માટે તૈયાર છે. ફ્લાઇટમાં બેસવા માટે પણ લોકોમાં ઝઘડો થાય છે અને દરેક જણ કોઈપણ રીતે ફ્લાઇટમાં પ્રવેશવા માંગે છે. પરિસ્થિતિ એવી છે કે જાણો લોકો બસ સ્ટેન્ડ પર ઘેટાં બકરાની જેમ બસમાં ચડવા માટે સંઘર્ષન કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કાબુલ પર હવે તાલિબાનનો કબજો છે. સોમવારે સવારે એરપોર્ટ નજીક ગોળીબાર થયો હતો, જે બાદ લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે.