શોધખોળ કરો

ટ્રેન છૂટી જાય તો ટિકિટ રદ ગણાય કે પછી બીજી ટ્રેનમાં કરી શકો મુસાફરી, રિફંડ મળે કે નહીં, જાણો રેલ્વેના નિયમો 

ધુમ્મસ અને કાતિલ ઠંડીના વાતાવરણમાં ટ્રેન મોડી પડવી અથવા તો મુસાફરોની ટ્રેન છૂટી જાય તે સામાન્ય સમસ્યા  છે.

ભારે ધુમ્મસ અને કાતિલ ઠંડીના વાતાવરણમાં ટ્રેન મોડી પડવી અથવા તો મુસાફરોની ટ્રેન છૂટી જાય તે સામાન્ય સમસ્યા  છે. આવી સ્થિતિમાં, મુસાફરોના મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે તેમની ટિકિટનું શું થશે? શું તેમને રિફંડ મળશે કે તેઓ એ જ ટિકિટનો ઉપયોગ કરીને બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકશે?  જો તમે આવી પરિસ્થિતિમાં હોય તો કોઈપણ ઉતાવળમાં નિર્ણય લેતા પહેલા આ રેલવે નિયમોથી પરિચિત થવું જરુરી છે  કારણ કે એક નાની ભૂલ પણ તમને ભારે દંડ અને કાનૂની મુશ્કેલીમાં મુકી શકે છે.

જો તમારી પાસે જનરલ ટિકિટ હોય તો શું તમે બીજી ટ્રેન પકડી શકો?

જો તમારી પાસે જનરલ ટિકિટ હોય તો થોડી રાહત છે. તમે એ જ કેટેગરીમાં બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો.  જો ટિકિટની માન્યતા સમાપ્ત ન થઈ હોય જે સામાન્ય રીતે ત્રણ કલાક અથવા પહેલી ઉપલબ્ધ ટ્રેન આવે ત્યાં સુધી હોય છે. જો કે, જો તમે અલગ કેટેગરીમાં મુસાફરી કરો છો, તો તમને દંડ થઈ શકે છે.

કઈ ટ્રેનોમાં જનરલ ટિકિટ માન્ય નથી ?

મેલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ, રાજધાની, શતાબ્દી અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોમાં જનરલ ટિકિટ માન્ય નથી. જો તમે આ ટ્રેનોમાં જનરલ ટિકિટ સાથે મુસાફરી કરો છો તો TTE તમને ટિકિટ વગરનો મુસાફર ગણી શકે છે અને ભારે દંડ ફટકારી શકે છે.

જો તમે રિઝર્વ્ડ ટિકિટવાળી ટ્રેન ચૂકી જાઓ છો તો શું કરવું ?

મુસાફરો માટે સૌથી સામાન્ય મૂંઝવણ એ છે કે જો તમે કન્ફર્મ સીટવાળી ટ્રેન ચૂકી જાઓ છો તો શું કરવું. જો તમારી પાસે રિઝર્વ્ડ ટિકિટ હોય અને ટ્રેન ચૂકી જાઓ છો, તો તમે તે જ ટિકિટનો ઉપયોગ કરીને બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી. જો તમે આવું કરતા ચેકિંગ દરમિયાન પકડાઈ જાઓ છો તો TTE તમને ટિકિટ વગરનો મુસાફર ગણી શકે છે અને તમારી પાસેથી ટિકિટની સંપૂર્ણ કિંમત અથવા તેથી વધુ દંડ વસૂલ કરી શકે છે.

જો તમે દંડ ન ભરો તો શું થઈ શકે છે ?

રેલ્વેના નિયમો અનુસાર, દંડ ભરવામાં નિષ્ફળતા કાનૂની કાર્યવાહીમાં પરિણમી શકે છે. કેટલાક કિસ્સાઓમાં કેદ પણ થઈ શકે છે. જો મુસાફર દલીલ કરે છે અથવા દંડ ભરવાનો ઇનકાર કરે છે, તો તેમને રેલ્વે પોલીસ (RPF) ને સોંપી શકાય છે. જો તમે તમારી રિઝર્વ્ડ ટ્રેન ચૂકી ગયા છો, તો શ્રેષ્ઠ અને સલામત કાર્યવાહી એ છે કે નવી ટ્રેન માટે નવી ટિકિટ બુક કરાવવી અથવા રિફંડ નિયમો અનુસાર સમયસર રિફંડ માટે અરજી કરવી.

શું તમને ટ્રેન ચૂકી જવા પર રિફંડ મળશે ?

જો તમે તમારી ટ્રેન ચૂકી ગયા હોય તો તમારે તાત્કાલિક TDR (ટિકિટ ડિપોઝિટ રિસિપ્ટ) ફાઇલ કરવી જોઈએ. સામાન્ય રીતે ટ્રેન ચૂકી ગયા પછી રિફંડ મેળવવું મુશ્કેલ હોય છે, પરંતુ જો ટ્રેન ત્રણ કલાકથી વધુ મોડી હોય અને તમે મુસાફરી ન કરી હોય તો તમે સંપૂર્ણ રિફંડનો દાવો કરી શકો છો.

શું તમે આગલા સ્ટેશનથી ટ્રેન પકડી શકો છો ?

એક ખાસ નિયમ એવો પણ છે કે જો તમે તમારી ટ્રેન ચૂકી ગયા હો તો TTE આગામી બે સ્ટેશન માટે તમારી સીટ બીજા કોઈને ફાળવી શકશે નહીં. આનો અર્થ એ છે કે જો તમે ટેક્સી દ્વારા આગામી મુખ્ય સ્ટેશન પર ટ્રેન પકડો છો તો તમારી સીટ રિઝર્વ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 
કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Silver Record: ચાંદીમાં તોફાની તેજી! કિંમત 3.18 લાખને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Embed widget