Monsoon : શું બિપરજોયે કળા કરી? ચોમાસા અને વરસાદને લઈ માઠા સમાચાર
આકરા તડકાએ લોકોને દયનીય બનાવી દીધા છે. પરંતુ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે ચોમાસા અંગે ચિંતાજનક આગાહી કરી છે.
Bleak Monsoon In India: ગુજરાત સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય માનના ચક્રવાત ત્રાટકવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો બીજી બાજુ દેશના મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. આકરા તડકાએ લોકોને દયનીય બનાવી દીધા છે. પરંતુ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે ચોમાસા અંગે ચિંતાજનક આગાહી કરી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર આગામી ચાર અઠવાડિયા સુધી સમગ્ર દેશમાં ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. જેના કારણે ઓછો વરસાદ પડશે. એજન્સીએ ચક્રવાત બિપરજોયને વરસાદ રોકવાનું કારણ ગણાવ્યું છે.
એજન્સી અનુસાર, નબળા ચોમાસાનું કારણ ચક્રવાત બિપરજોય છે, જેના કારણે વરસાદમાં ઘટાડો થવાની આશંકા છે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂન સુધીમાં ચોમાસું આવી જાય છે, પરંતુ આ વખતે પ્રવેશ સામાન્ય સમય કરતાં એક સપ્તાહ મોડો થયો છે. એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ (ERPS)એ આગામી ચાર અઠવાડિયા એટલે કે 6 જુલાઈ સુધી નબળા ચોમાસાની આગાહી કરી છે. હવામાન એજન્સીએ મોસમની શરૂઆતમાં ઓછા વરસાદની આગાહી કરી હતી.
ગરમીનો પ્રકોપ કયા કયા રાજ્યોમાં?
સામાન્ય રીતે મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં 15 જૂન સુધી વરસાદ પડે છે, પરંતુ હજુ પણ આ રાજ્યોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ ચાલુ છે.
ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠે તોફાનનું જોખમ વધુ
સ્કાયમેટ વેધર અનુસાર, અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોય ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, થાણે, રાયગઢ, મુંબઈ અને પાલઘર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. આ સાથે હળવા વરસાદની પણ શક્યતા છે. બીજી તરફ ચક્રવાતી તોફાનના કારણે રવિવારે ગુજરાતના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાયો હતો. ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠે દસ્તક દે તેવી શક્યતા છે.
બિપરજોય વાવાઝોડાએ બદલી દિશા પણ ગુજરાત પર સંકટ યથાવત, 15 જૂને કચ્છમાં લેન્ડફોલ કરશે ચક્રવાત
અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 280 કિમિ દૂર, નલિયાથી 380 કિમિ દૂર , જખૌથી 360 કિમિ દૂર છે. બિપોરજોય વાવાઝોડાએ બદલી દિશા પરંતુ ગુજરાત પર સંકટ યથાવત છે. બીપોરજોય વારંવાર દિશા બદલી રહ્યું છે. બીપોરજોય 9 કિમીની પ્રતિકલાકની ઝડપે આગળ વધ્યું છે.
હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે વાવાઝોડું15 જૂને કચ્છમાં લેન્ડફોલ કરશે. કચ્છના નલિયા, જખૌ, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, લખપતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 14 જૂનથી ઝડપી પવન સાથે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.