Sanjay Singh Suspended: AAP સાંસદ સંજય સિંહ આખા ચોમાસુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ, જાણો કેમ કરવામાં આવી કાર્યવાહી?
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
Parliament Monsoon Session 2023 : આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું હતું કે સંજય સિંહે વારંવાર ના પાડવા છતાં ગૃહની કાર્યવાહી ખોરવી રહ્યા હતા. તેથી તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલની ફરિયાદ પર રાજ્યસભાના અધ્યક્ષે આ કાર્યવાહી કરી છે. સાંસદ પીયૂષ ગોયલે કહ્યું હતું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે છતાં કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે.
#WATCH | Rajya Sabha Chairman suspends AAP MP Sanjay Singh for the remaining duration of the Monsoon session during the Opposition's protest in the House over the Manipur issue pic.twitter.com/YpNYIhhMck
— ANI (@ANI) July 24, 2023
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે સંજય સિંહને સસ્પેન્ડ કરવા પર કહ્યું હતું કે 'તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમારી કાયદાકીય ટીમ મામલાની તપાસ કરશે.
Opposition MPs are meeting with Rajya Sabha Chairman over the suspension of AAP MP Sanjay Singh for the current Monsoon session https://t.co/nrDSgN6YOj
— ANI (@ANI) July 24, 2023
સંજય સિંહના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પક્ષોના નેતાઓ રાજ્યસભાના અધ્યક્ષને મળશે. રાજ્યસભા અધ્યક્ષે એક વાગ્યે ગૃહના નેતાઓની બેઠક બોલાવી છે.
‼️संसदीय इतिहास का काला दिन‼️
— AAP (@AamAadmiParty) July 24, 2023
‼️मणिपुर पर सवालों से डर कर भाग रहा Maun Modi‼️
Manipur की हिंसा पर PM Modi से जवाब मांगने पर AAP MP @SanjayAzadSln को पूरे मानसून सत्र के लिए निलंबित किया गया।
आख़िर कब तक भागेगा #BhagodaModi?
उन्हें #Manipur पर देश की जनता को जवाब देना ही होगा। pic.twitter.com/NpFjNmdsYi
ગૃહમાં હોબાળો કેમ?
મણિપુરમાં બે મહિનાથી ચાલી રહેલી હિંસા પર વિપક્ષ પીએમ મોદીના નિવેદનની સતત માંગ કરી રહ્યું છે. આ સાથે વિપક્ષો આ મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. જેના કારણે લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે.
મહિલા સુરક્ષાના મુદ્દે કોંગ્રેસે અન્ય વિપક્ષી દળો સાથે મળીને મણિપુરમાં NDA સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ભાજપ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધોનો મુદ્દો પણ સતત ઉઠાવી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે તે મણિપુર મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે પરંતુ તેની સાથે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને બિહારમાં મહિલાઓ પર થતા અત્યાચારો પર પણ ચર્ચા થવી જોઈએ.