શોધખોળ કરો
Advertisement
ભારતનો ચીનને વધુ એક ઝટકો, હવે 47 બીજી ચીની એપ પર લગાવ્યો પ્રતિબંધ
જાણકારી અનુસાર પ્રતિબંધિત કરવામાં આવેલી મોટા ભાગની એપ પહેલા બેન કરવામાં આવેલી એપની ક્લૉનિંગ એપ બતાવવામાં આવી રહી છે
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે ચીન પર વધુ એક મોટી કાર્યવાહી કરી છે. મોદી સરકારે વધુ 47 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકાર આ પહેલા 59 એપ્સને બેન કરી ચૂકી છે. જાણકારી અનુસાર પ્રતિબંધિત કરવામાં આવેલી મોટા ભાગની એપ પહેલા બેન કરવામાં આવેલી એપની ક્લૉનિંગ એપ બતાવવામાં આવી રહી છે.
47 એપ પર ડેટા ચોરીનો આરોપ
બતાવવામાં આવી રહ્યું છે કે આ 47 એપ પણ દેશના ડેટાના પ્રૉટોકલનુ ઉલ્લંઘન કરી રહી હતી, અને આના પર ડેટા ચોરીનો પણ આરોપ છે. આ એપ યૂઝર્સની પ્રાઇવેટ અને ગુપ્ત જાણકારીનો ઉપયોગ કરી રહી હતી, અને ગોપનીયતા કાયદાનુ ઉલ્લંઘન પણ કર્યુ છે જેના કારણે આના ઉપર કેન્દ્ર સરકારે બેન લગાવી દીધો છે.
ખાસ વાત છે કે આ પહેલા 29 જૂને ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં ટિકટૉક, યૂસી બ્રાઉઝર, શેર ઇટ વગેરે એપ્સ સામેલ હતી. સરકારે આ ચીની એપ્સ પર આઇટી એક્ટ 2000 અંતર્ગત બેન લગાવી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion