શોધખોળ કરો
આજે ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાળ, બેંક કર્મચારીઓ સહિત 18 કરોડ શ્રમિકો જોડાયા
ચેન્નઇઃ આજે અંદાજે 5 લાખ બેંક કર્મચારી રાષ્ટ્રવ્યાપી હડતાલ પર ઉતર્યા છે. આ હડતાલ કેંદ્ર સરકારની આર્થિક નીતિઓ અને કામદાર સુધારા વિરુદ્ધ કરવામાં આવી રહી છે. આ હડતાલમાં જાહેર ક્ષેત્રના બેંક, પ્રાવેટ બેંક, વિદેશી બેંક, પ્રાદેશિક બેંક અને સહકારી બેંક કર્મચારી પણ શામેલ છે.
અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે (એઆઇબીઇએ) ગુરુવારે આ જાણકારી આપી હતી. પોતાના નિવેદનમાં એઆઇબીઇએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાલનો નિર્ણય કેંદ્રીય મજદૂર સંગઠનોના રાષ્ટ્રીય મજદૂર સંઘ સમેલનમાં લેવામાં આવ્યો છે.
ટ્રેડ યુનિયનોને મનાવવા માટે 30 ઓગસ્ટે કેંદ્ર સરકારે 2 વર્ષથી અટકેલા બોનસ ઉપરાંત સલાહકાર બોર્ડની ભલામણ મંજૂર કરવાનું એલાન કર્યું હતુ.પરંતુ ટ્રેડ યૂનિયને પોતાની 12 સૂત્રીય માગ ન મનાતા નારાજગી વ્યક્ત કરી હતી. અને બોનસના એલાન બાદ પણ ટ્રેડ યૂનિયન હડતાળ રદ કરવાનો ઈનકાર કર્યો હતો. ટ્રેડ યુનિયનના હડતાળના એલાનને પગલે રાષ્ટ્રીયકૃત બેંકો અને કેંદ્રની સરકારી ઓફિસોમાં કામ પ્રભાવિત થઈ શકે છે
એઆઇબીઇએના માહાસચિવ સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે, બેલેંસ શીટના નામે મોટા-મોટા ફસાયેલી લોનને જનતાની સામેથી હટાવવા માટે તેના હિસાબ દૂર કરવામાં આવી રહ્યો છે. અંદાજે 50,000 કરોડ રૂપિયાના મોટી-મોટી લોનના રેકૉર્ડને દૂર કરવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,સાર્વજનિક ક્ષેત્ર બેંકોના એકિકરણ કરવામાં આવી રહ્યું છે કેમ કે, તે નાની છે એટલા માટે તેમા વ્યવહાર નથી. જ્યારે બીજી તરફ પ્રાઇવેટ બેંકો શરૂ કરવા માટે લાઇસેંસ દેવામાં આવી રહ્યા છે.
વેંકટચલમના જણાવ્યા અનુસાર કેંદ્ર સરકાર કાયદામાં સંશોધન કર કૉર્પોરેટ નિરંકુશ અધિકાર આપવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને જ્યારે મન કરે ત્યારે રાખે અને મન કરે ત્યારે કાઢી નાખે (હાયર એન્ડ ફાયર) સાથે કામદારોને મજદૂર સંગઠન બનાવવાના અધિકારથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement