Tata Motors: મમતા સરકારને ઝટકો, Tata Motorsને આપવું પડશે 766 કરોડ રૂપિયાનું વળતર, જાણો કારણ?
Tata Motors Update: ટાટા મોટર્સ માટે મોટી રાહતના સમાચાર છે. ત્રણ સભ્યોની આર્બિટ્રલ ટ્રિબ્યુનલે ટાટા મોટર્સની તરફેણમાં આ નિર્ણય આપ્યો છે.
Tata Motors Update: ટાટા મોટર્સ માટે મોટી રાહતના સમાચાર છે. પશ્ચિમ બંગાળના સિંગૂરમાં નેનો કારના ઉત્પાદન માટે સ્થાપિત પ્લાન્ટ બંધ થયા પછી રોકાણ પરના નુકસાન તરીકે વ્યાજ સાથે 766 કરોડ રૂપિયા મળશે. ત્રણ સભ્યોની આર્બિટ્રલ ટ્રિબ્યુનલે ટાટા મોટર્સની તરફેણમાં આ નિર્ણય આપ્યો છે.
Singur Plant case | Tata Motors says, "The aforesaid pending arbitral proceedings before a three-member Arbitral Tribunal has now been finally disposed of by a unanimous award in favour of Tata Motors Limited (TML) whereby the claimant (TML) has been held to be entitled to… pic.twitter.com/ivr34191GM
— ANI (@ANI) October 30, 2023
ટાટા મોટર્સે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ લિમિટેડ અને પશ્ચિમ બંગાળ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (WBIDC) વચ્ચે સિંગૂરમાં ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર કરવામાં આવેલા મૂડી રોકાણના નુકસાન માટે WBIDC પાસેથી વળતરનો દાવો કરી રહી છે. આ મામલે આર્બિટ્રલ ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલી રહી હતી. આર્બિટ્રલ ટ્રિબ્યુનલે 30 ઓક્ટોબર, 2023ના રોજ સર્વસંમતિથી ટાટા મોટર્સ લિમિટેડની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
ટ્રિબ્યુનલે તેના આદેશમાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સ 1 સપ્ટેમ્બર, 2016થી વાર્ષિક 11 ટકા વ્યાજ સાથે પશ્ચિમ બંગાળ વિકાસ નિગમ લિમિટેડ પાસેથી 765.78 કરોડ રૂપિયાની વસૂલાત કરી શકે છે. ટાટા મોટર્સે કહ્યું કે ટ્રિબ્યુનલે આ સુનાવણી પર થયેલા 1 કરોડ રૂપિયાના ખર્ચને વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. આર્બિટ્રલ ટ્રિબ્યુનલના આ નિર્ણય સાથે મધ્યસ્થતાને લઇને ચાલી રહેલી સુનાવણી હવે સમાપ્ત થઈ ગઈ છે.
પશ્ચિમ બંગાળની સીપીએમ સરકારે નેનો કાર બનાવવા માટે ટાટા મોટર્સને સિંગૂરમાં 1000 એકર ખેતીની જમીન ફાળવી હતી. જેના પર ટાટા મોટર્સે કાર બનાવવાના પ્લાન્ટમાં પણ રોકાણ કર્યું હતું. પરંતુ મમતા બેનર્જીના નેતૃત્વમાં સરકારના આ નિર્ણયનો ભારે રાજકીય વિરોધ થયો હતો. ખેડૂતોએ જમીન ફાળવણીનો પણ વિરોધ કર્યો હતો. આ વિરોધના કારણે ટાટા મોટર્સે કાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય રદ કર્યો હતો. બાદમાં ટાટા મોટર્સે ગુજરાતના સાણંદમાં નેનો કાર પ્લાન્ટ સ્થાપ્યો હતો. જો કે હવે કંપનીએ નેનો કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે.