Haryana : હરિયાણામાં ભાજપે ચોંકાવ્યા, નાયબ સિંહ સૈની નવા CM, આજે લેશે શપથ
નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના અધ્યક્ષ છે અને હાલમાં કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી સાંસદ છે
Haryana : હરિયાણા બીજેપી અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સૈની આજે જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
विधायक दल के नेता चुने गए प्रदेश अध्यक्ष @NayabSainiBJP जी। 5:00 बजे लेंगे हरियाणा के मुख्यमंत्री के रूप में शपथ। pic.twitter.com/uKvUXbKnmp
— Haryana BJP (@BJP4Haryana) March 12, 2024
હરિયાણાના બીજેપી ધારાસભ્ય કૃષ્ણલાલ મિડ્ઢાએ ધારાસભ્ય દળની બેઠક બાદ કહ્યું હતું કે નાયબ સિંહ સૈની હરિયાણાના આગામી મુખ્યમંત્રી હશે. હવે તમામ ધારાસભ્યો રાજ્યપાલને મળશે.
કોણ છે નાયબ સિંહ સૈની?
નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના અધ્યક્ષ છે અને હાલમાં કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી સાંસદ છે. સૈની 2014 થી 2019 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2014 થી 2019 સુધી હરિયાણા સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. નાયબ સિંહ ઓબીસીમાં સૈની સમાજમાંથી આવે છે.
આ પહેલા મંગળવારે દિવસભર હરિયાણામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પહેલા ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટ્યું. જે બાદ મનોહર લાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે પછી ભાજપ ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ અને નિરીક્ષક તરીકે ચંડીગઢ મોકલવામાં આવેલા અર્જુન મુંડાએ નવી સરકારના પ્રયાસો શરૂ કર્યા હતા.
નાયબ સિંહ સૈની ઓબીસી વર્ગમાંથી આવે છે. તેમને ઓક્ટોબર 2023માં જ હરિયાણાના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એટલે કે માત્ર 5 મહિના બાદ તેઓ સીએમની ખુરશીની રેસમાં પહોંચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખીને ભાજપે સૈનીને બીજી મોટી જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે અને ખટ્ટરની ખૂબ નજીક માનવામાં આવે છે.
'નાયબ સિંહ ખટ્ટર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે'
નાયબસિંહ હાલમાં કુરુક્ષેત્રના સાંસદ છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 2014માં નાયબ સિંહ અંબાલા જિલ્લાની નારાયણગઢ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. નાયબ સિંહ આ ચૂંટણીમાં 24 હજારથી વધુ મતોથી જીત્યા હતા. બાદમાં તેમને ખટ્ટર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે 2019ની ચૂંટણી આવી ત્યારે પાર્ટીએ નાયબ સિંહને મોટી જવાબદારી આપી અને તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા. ત્યારે પણ નાયબ સિંહ સંગઠનના વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં નાયબ સિંહને 6 લાખ 88 હજાર 629 વોટ મળ્યા હતા. તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર નિર્મલ સિંહ અડધા મત પણ મેળવી શક્યા ન હતા.