શોધખોળ કરો
Advertisement
દર્દનાકઃ મહારાષ્ટ્રમાં NCP નેતા સંજય શિંદેની ગાડીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, જીવતા સળગ્યા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા સંજય શિંદેની કારમાં આગ લાગવાના કારણે જીવતા સળગી ગયા છે. કહેવાઇ રહ્યું છે કે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી
મુંબઇઃ મહારાષ્ટ્રમાં એક દર્દનાક દૂર્ઘટના ઘટી છે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા સંજય શિંદેની કારમાં આગ લાગવાના કારણે જીવતા સળગી ગયા છે. કહેવાઇ રહ્યું છે કે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સંજય શિંદેની ગાડીમાં જે સમયે આગ લાગી, તે સમયે તે મુંબઇ-આગરા હાઇવે પર પિંપલગાંવ બસવંત ટૉલ પ્લાઝાની પાસે હતા.
હેન્ડ સેનિટાઇઝરના કારણે આગે લીધુ ભીષણ રૂપ
કહેવાઇ રહ્યુ છે કે એનસીપી નેતાની કારની અંદર હેન્ડ સેનિટાઇઝર રાખવામાં આવ્યુ હતુ, જેના કારણે આગે ભીષણ રુપ લઇ લીધુ હતુ. એટલુ જ નહીં જ્યારે કારમાં આગ લાગી તો સંજય શિંદે દરવાજો ખોલવા અને વિન્ડોને તોડવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ સેન્ટ્રલ લૉક લાગવાના કારણે તે ઝડપથી દરવાજો ના ખોલી શક્યા, અને તેમનુ મોત થઇ ગયુ હતુ.
સ્થાનિકોએ સંજય શિંદેને બચાવવાની કોશિશ કરી
કહેવાઇ રહ્યું છે કે કારમાં આગ લાગ્યા બાદ સ્થાનિક લોકો દોડીને કારની પાસે પહોંચ્યા હતા, અને અંદર બંધ સંજય શિંદેને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યાં સુધી મોડુ થઇ ગયુ હતુ, સ્થાનિકોએ તરતજ ફાયર બ્રિગેડની ગાડીને પણ બોલાવી. બાદમાં આગપર કાબુ મેળવ્યો. જોકે મૃતદેહ બળી ગયો હોવાથી બાદમાં ખબર પડી કે કારમાં એનસીપી નેતા સંજય શિંદે હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement