શોધખોળ કરો

આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી

june 1 rule changes: આજથી દેશભરમાં બેંકિંગથી લઈને રસોડા સુધીના બજેટને અસર કરતા 10 મોટા ફેરફારો લાગુ. જાણો તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર તેની શું અસર પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • UPI પેમેન્ટમાં હવે સત્તાવાર નામ દેખાશે, સુરક્ષા વધારાઈ.
  • કોમર્શિયલ LPG સિલિન્ડર, નવી કાર, અને દૂધ મોંઘા થયા.
  • મોટા UPI પેમેન્ટ માટે સિક્યોરિટી ચેક અને ફ્લાઇટ ટિકિટ મોંઘી.
  • પાન કાર્ડ, સોલાર પેનલ, અને એડવાન્સ ટેક્સના નિયમો બદલાયા.

june 1 rule changes: જૂન 2026 ની શરૂઆત સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરનારા ઘણા મોટા ફેરફારો સાથે થઈ રહી છે. આજે 1 જૂનથી દેશમાં એવા 10 નવા નિયમો લાગુ થઈ ગયા છે, જે તમારા ઘરના બજેટ અને રોજિંદા જીવનને બદલી નાખશે. એક તરફ UPI પેમેન્ટ અને બેંકિંગ નિયમોમાં ફેરફાર કરીને ડિજિટલ સુરક્ષા વધારવામાં આવી છે, તો બીજી તરફ દૂધ, નવી કાર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા થતા જનતાએ મોંઘવારીનો માર સહન કરવો પડશે. આ ઉપરાંત રેલવેના રૂટ, ફ્લાઇટની ટિકિટ અને પાન કાર્ડને લગતા નિયમો પણ બદલાયા છે. ભવિષ્યની કોઈ પણ મુશ્કેલી કે આર્થિક નુકસાનથી બચવા માટે તમારે આ 10 મોટા ફેરફારો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.

આજથી અમલમાં આવેલા 10 મોટા ફેરફારો:

1. UPI પેમેન્ટમાં હવે અસલી નામ દેખાશે

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે એક સારો નિર્ણય લેવાયો છે. હવે તમે કોઈ પણ UPI એપથી પૈસા મોકલશો, તો પેમેન્ટ કરતા પહેલા બેંકમાં નોંધાયેલું વ્યક્તિ કે વેપારીનું અસલી (સત્તાવાર) નામ સ્ક્રીન પર દેખાશે. આનાથી ખોટા ખાતામાં પૈસા જવાની કે ઓનલાઇન છેતરપિંડીની શક્યતા ઘટી જશે.

2. કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘા થયા

તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 5 કિલોના સિલિન્ડરનો ભાવ પણ વધ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરમાં વપરાતા 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. પરંતુ કોમર્શિયલ ગેસ મોંઘો થતાં હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવું મોંઘું થઈ શકે છે.

3. નવી કાર ખરીદવી મોંઘી પડશે

જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે હવે વધારે ખર્ચ કરવો પડશે. મારુતિ સુઝુકીએ પોતાના ઘણા મોડેલની કિંમતોમાં 30,000 રૂપિયા સુધીનો વધારો ઝીંકી દીધો છે. આ સાથે જ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પણ પોતાના વાહનોના ભાવ વધાર્યા છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ ₹24 અને ડીઝલ ₹15 મોંઘું થયું! કિંમત ₹434 ને પાર, જાણો કયા દેશમાં મચ્યો હાહાકાર

4. દૂધના ભાવમાં વધારો

કેરળની જાણીતી ડેરી બ્રાન્ડ 'મિલ્મા' એ દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધ જેવી રોજિંદી જરૂરિયાત મોંઘી થવાથી લાખો પરિવારોના માસિક બજેટ પર સીધી અસર પડશે.

5. મોટા UPI પેમેન્ટ માટે સુરક્ષા વધારી

ઓનલાઇન ફ્રોડ રોકવા માટે એક નવો નિયમ આવ્યો છે. હવે જ્યારે તમે મોટી રકમનું UPI પેમેન્ટ કરશો, ત્યારે વધારે કડક સિક્યોરિટી ચેક થશે. આ માટે તમારે ફિંગરપ્રિન્ટ, ફેસ ID અથવા અન્ય કોઈ કડક ઓથેન્ટિકેશનની જરૂર પડી શકે છે.

6. એરલાઇન્સ કંપનીઓએ ફ્લાઇટ્સ ઘટાડી

એર ઇન્ડિયા અને ઇન્ડિગો આગામી 3 મહિના માટે કેટલીક ડોમેસ્ટિક (સ્થાનિક) ફ્લાઇટ્સ ઓછી કરવાની યોજના બનાવી રહી છે. ફ્લાઇટ્સ ઘટશે એટલે સ્વાભાવિક છે કે ટિકિટની માંગ વધશે અને તમારે હવાઈ મુસાફરી માટે વધારે ભાડું ચૂકવવું પડી શકે છે.

7. પાન કાર્ડ (PAN) ના નિયમો બદલાયા

સરકારે પાન કાર્ડને લગતા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે અમુક નાના વ્યવહારો માટે પાન કાર્ડ આપવું ફરજિયાત નહીં રહે. જ્યારે, પ્રોપર્ટીના મોટા સોદા અને મોટી રકમના આર્થિક વ્યવહારો માટે પાન કાર્ડ આપવું એકદમ ફરજિયાત કરી દેવાયું છે, જેથી આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા જળવાઈ રહે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ પછી હવે તમારું મોબાઈલ રિચાર્જ પણ થઈ શકે છે મોંઘું! જાણો પાછળનું મોટું કારણ

8. સોલાર પેનલ ખરીદવાના નિયમો કડક

સરકારી યોજનાઓ અને સબસિડીવાળા સોલાર પ્રોજેક્ટમાં હવે માત્ર માન્યતા પ્રાપ્ત (ALMM યાદીમાં આવતા) સોલાર મોડ્યુલ અને સેલનો જ ઉપયોગ કરી શકાશે. આનાથી સોલાર પેનલની ગુણવત્તા તો સુધરશે, પણ સામે તેની કિંમતમાં પણ થોડો વધારો થઈ શકે છે.

9. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા ધ્યાન રાખજો

ભારતીય રેલવે ઘણા રૂટ પર ટ્રેક અપગ્રેડેશન અને મેન્ટેનન્સનું કામ શરૂ કરવા જઈ રહી છે. આ ટેકનિકલ કામને કારણે આવનારા સમયમાં ઘણી ટ્રેનોના રૂટ બદલાઈ શકે છે અથવા અમુક ટ્રેનો કેન્સલ પણ થઈ શકે છે. એટલે મુસાફરી કરતા પહેલા તમારી ટ્રેનનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લેજો.

10. એડવાન્સ ટેક્સનો હપ્તો જમા કરાવવાની ડેડલાઇન

જે કરદાતાઓની અંદાજિત ટેક્સ જવાબદારી 10,000 રૂપિયા કરતા વધારે છે, તેમણે 15 જૂન સુધીમાં એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો જમા કરાવી દેવો પડશે. જો આ સમય મર્યાદા ચૂક્યા તો તમારે વ્યાજ અને દંડ ભરવો પડી શકે છે.

Frequently Asked Questions

1 જૂનથી UPI પેમેન્ટમાં શું ફેરફાર થયો છે?

હવે UPI પેમેન્ટ કરતા પહેલા બેંકમાં નોંધાયેલું વ્યક્તિ કે વેપારીનું સત્તાવાર નામ સ્ક્રીન પર દેખાશે. આનાથી ખોટા ખાતામાં પૈસા જવાની કે ઓનલાઇન છેતરપિંડીની શક્યતા ઘટશે.

કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘા થયા છે?

હા, તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોના સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જોકે, 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી.

નવી કાર ખરીદવી મોંઘી પડશે?

હા, મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા જેવી કંપનીઓએ પોતાના વાહનોના ભાવમાં વધારો કર્યો છે. આનાથી નવી કાર ખરીદવી હવે વધુ ખર્ચાળ બનશે.

દૂધના ભાવમાં કોઈ વધારો થયો છે?

હા, કેરળની ડેરી બ્રાન્ડ 'મિલ્મા' એ દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કર્યો છે. આનાથી લાખો પરિવારોના માસિક બજેટ પર અસર પડશે.

મોટા UPI પેમેન્ટ માટે શું સુરક્ષા નિયમો લાગુ કરાયા છે?

હવે મોટી રકમનું UPI પેમેન્ટ કરતી વખતે વધુ કડક સિક્યોરિટી ચેક થશે. આ માટે ફિંગરપ્રિન્ટ, ફેસ ID અથવા અન્ય ઓથેન્ટિકેશનની જરૂર પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget