શોધખોળ કરો
Advertisement
હેલમેટ પહેર્યું હશે તો પણ કપાશે ‘વિધાઉટ હેલમેટ’નો મેમો, આ નિયમ જાણીને ચોંકી જશો
ટોપીવાળા હેલમેટ વાહન ચાલકોની પૂરી સુરક્ષા નથી કરતાં. તેના પર આઇએસઆઇનો હોલમાર્ક પણ નથી હોતો.
નવી દિલ્હીઃ જો તમારી પાસે સસ્તું હેલમેટ છે તો આજે જ બદલાવી લો. કારણ કે આઈએસઆઈ હોલમાર્ગ વગરનું હેલમેટ પહેરવા પર પોલીસ એટલો જ દંડ ફટકારશે, જેટલો હેલમેટ વગર ફટકારે છે. નવી દિલ્હી વિસ્તારમાં આ પ્રકારના મેમો ફાડવામાં આવ્યા છે. એક સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ નિયમ તોડનારાઓ પાસેથી ભારે દંડ વસુલવામાં આવી રહ્યો છે. બીજી બાજુ દિલ્હીમાં રસ્તા પર વેચાતા હેલમેટના વેચાણમાં પણ વધારો થયો છે. ટોપી જેવું હેલમેટ માત્ર 100-200 રૂપિયામાં મળી જાય છે.
આવા ટોપીવાળા હેલમેટ વાહન ચાલકોની પૂરી સુરક્ષા નથી કરતાં. તેના પર આઇએસઆઇનો હોલમાર્ક પણ નથી હોતો. પોલીસ તેના પર 1000 રૂપિયાનો મેમો આપી રહી છે અને સાથે જ ભવિષ્યમાં મજબૂત હેલમેટ રાખવાની સલાહ પણ આપી રહી છે.
લોકોમાં નવા ટ્રાફિક નિયમનો ડર જોવા મળી રહ્યો છે. ડરને કારણે લોકો રસ્તા પર વેચાતા સસ્તા હેલમેટ ખરીદી રહ્યા છે. મોટાભાગના લોકો બે હેલમેટ રાખતા થયાં છે. એક આઇએસઆઇ હોલમાર્ક વાળુ, જેની ગુણવત્તા સારી હોય છે અને બીજુ ટોપીવાળુ હેલમેટ, જેનો ઉપયોગ ટુવ્હીલરમાં પાછળ બેસનાર વ્યક્તિ કરે છે. આએસઆઇ હોલમાર્ક વાળા હેલમેટની કિંમત 400 રૂપિયાથી શરૂ થતી હોય છે.
સ્કૂટી કે બાઇક સવાર મહિલાઓ પણ મોટાભાગે નાના અને નબળા હેલમેટ પહેરેલી જોવા મળે છે. પોલીસનું માનવું છે કે આ હેલમેટ તેમના માથાને પૂરી રીતે કવર નથી કરતાં. આઇએસઆઇ હોલમાર્ક વાળા હેલમેટ પહેરવા પાછળનો હેતુ રસ્તા પર દુર્ઘટના ઘટે તો માથાનો બચાવ થઇ શકે તે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement