શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આઝાદ હિન્દ ફૌજની પહેલી મહિલા જાસૂસ, પતિની કુરબાની આપી, નેતાજીનો બચાવ્યો હતો જીવ
નીરા આર્ય એક એવું નામ જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે તેમના પતિની જિંદગીની કુરબાની આપી હતી. યુપીના બાગપતની આ મહાન વીરાંગનાએ નેતાજીનો જીવ બચાવવા માટે પતિની જિંદગીની કુરબાની આપી હતી..શું છે આ વિરાંગનાની દાસ્તાન જાણીએ..
નીરા આર્ય બાગપત જિલ્લાના ખેકડાની રહેવાસી હતી. તે વિસ્તારના જાણીતા સાહિત્યકાર તેજપાલસિંહ ધમાએ આ વિરાંગના વિશે જણાવ્યું છે કે, ઇતિહાસનાં પાના પર નીરા અમર રહેશે. નીરા આર્યનો જન્મ 5 માર્ચ 1902ના રોજ યૂપીના બાગપત જિલ્લાના ખેકડામાં થયો હતો. તેમના પિતા શેઠ છજુમ્મલ પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા. નીરા આર્યાએ કોલકાતામાં અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન જ તે આઝાદહિન્દ આર્મીમાં રાણી ઝાંસી રેજિમેન્ટની સૈનિક હતી.
બ્રિટિશ આર્મી અધિકારી સાથે થયા લગ્ન
શેઠ છજુમ્મલે તેમની પુત્રી નીરા આર્યના લગ્ન બ્રિટિશ આર્મીના અધિકારી શ્રીકાંત જય રંજનદાસ સાથે કર્યા હતા. તેઓ ભારતમાં સીઆઈડી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે બ્રિટિશરોની નજીક હતા. જ્યારે સીઆઈડી ઇન્સ્પેક્ટર શ્રીકાંતને જાણ થઇ કે, નીરા આર્ય સુભાષચંદ્ર બોઝની સેનામાં જોડાઈ રહ્યા છે. તો તેમણે તેની રેકી કરવાનું શરૂ કર્યું આખરે તેમણે સુભાષચંદ્ર બોઝના ઠેકાણાની શોધ કરી લીધી.
નેતાજી બચાવવા પતિની કરી હત્યા
આ સમય દરમિયાન, નીરા આર્ય સુભાષચંદ્ર બોઝને મળવા આવ્યા ત્યારે શ્રીકાંતે નેતાજી સુભાષચંદ્ર બોઝ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. જો કે ગોળી નેતાજીના ડ્રાઇવરને લાગી. આ સમયે ઘટનાસ્થળે હાજર નીરા આર્યાએ નેતાજીને બચાવવા માટે તીક્ષ્ણ હથિયાર વડે પતિની હત્યા કરી દીધી. નીરા આર્યનું આ કૃત્ય જોઇને નેતાજી સ્તબ્ધ થઈ ગયા.
કાળા પાણીની થઇ સજા
નીરા આર્યાને આ ઘટના બાદ કાળા પાણીની સજા થઇ હતી. નેતાજીનું ઠેકાણું બતાવવા માટે નીરા પર જેલમાં દબાણ કરવામાં આવતું. તેના પર ઘોર ત્રાસ ગુજારવામાં આવ્યો.. તેમ છતાં પણ આ વીરાંગનાએ નેતાજીનો પતો બ્રિટિશ સરકારને ન હતો આપ્યો.
આઝાદ હિન્દ ફોજની પહેલી મહિલા જાસૂસ
પવિત્ર મોહન રોય આઝાદ ભારતીય સેનાના ગુપ્તચર વિભાગના વડા હતા. નીરા આર્યને આઝાદ હિંદ ફોજની પહેલી જાસૂસ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું. નેતાજીએ ખુદ આ જવાબદારી નીરાને સોંપી હતી.
હૈદરાબાદમાં વિરામ
જીવનના અંતિમ દિવસોમાં નીરા આર્ય ફૂલો વેચીને જીવતા હતા. તેણે પોતાના જીવનના અંતિમ દિવસો હૈદરાબાદના ફાલકનુમા વિસ્તારમાં એક ઝૂંપડીમાં ભારે ભૂખમરા સાથે પસાર કર્યા હતા. 26 જુલાઈ 1998 ના રોજ ચારમિનાર પાસેની ઉસ્માનિયા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તે સમયે એક સ્થાનિક પત્રકારે નીરા આર્યનો અંતિમ સંસ્કાર કર્યા હતાં
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion