શોધખોળ કરો
Advertisement
PNB કૌભાંડઃ ઈન્ટરપોલે નીરવ મોદીની પત્ની સામે ધરપકડ વોરંટ કર્યુ જાહેર, જાણો વિગત
2018માં બેંક કૌભાંડનો મામલો સામે આવ્યા બાદ તરત જ એમી દેશ છોડીને ભાગી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
નવી દિલ્હીઃ ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેંક કૌભાંડ મુદ્દે મુખ્ય આરોપી નીરવ મોદીના પત્ની અમી મોદી સામે ધરપકડ વોરંટ જાહેર કર્યુ છે. અધિકારીઓ દ્વારા મંગળવારે આ જાણકારી આપવામાં આવી હતી. ઈડીની વિનંતીના પગલે ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી છે.
એક વાર ભાગેડુ જાહેર થયા બાદ આ પ્રકારની નોટિસથી ઈન્ટરપોલ તેના 192 સભ્ય દેશોને તે વ્યક્તિની ધરપકડ કરવા કે અટકાયતમાં લેવા કહે છે. આ પછી પ્રત્યર્પણની કાર્યવાહી શરૂ થઈ શકે છે. 2018માં બેંક કૌભાંડનો મામલો સામે આવ્યા બાદ તરત જ એમી દેશ છોડીને ભાગી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઈડીએ એમી મોદી પર તેના પતિ નીરવ મોદી ઉપરાંત મેહુલ ચોકસી પર પીએમએલએ અંતર્ગત આરોપ લગાવ્યા છે.
લંડનામાં માર્ચ, 2019માં ધરપકડ કરવામાં આવ્યા બાદ નીરવ મોદી હાલ બ્રિટનની જેલમાં છે. ચાલુ વર્ષની શરૂઆતમાં મુંબઈ એક અદાલતે તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો અને સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ઈડી નીરવ મોદીની આશરે 329 કરોડ રૂપિયાની સંપત્તિ પહેલા જ જપ્ત કરી ચુક્યું છે.
Pulwama Terror Attack Chargesheet: NIA એ 13,500 પેજની ચાર્જશીટ દાખલ કરી, મસૂદ અઝહર અને સહયોગીના નામ છે સામેલ
કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતાનો કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં થયા દાખલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement