શોધખોળ કરો
Advertisement
વાહન ચાલકો સાવધાન! સંસદમાં રજૂ થયું મોટર વ્હીકલ બિલ, લાયસન્સ, હેલ્મેટ સહિતના આ નિયમ બદલાશે
મોટર વ્હીકલ એક્ટની જે નવી જોગવાઈ બિલમાં કરવામાં આવી છે તે અનુસાર દારૂ પીને ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારી 10000 રૂપિયા કરવામાં આવ્યો.
નવી દિલ્હીઃ લોકસભામાં મોટર વ્હીકલ બિલ રજૂ કરવામાં આવ્યું છે. બિલ દ્વારા મોટર વ્હીકલ એક્ટ 1988ની જોગવાઈઓને વધારે કડક કરવાની માગ કરવામાં આવી છે. ઉપરાંત ટ્રાફિક નિયમો તોડવા પર વધારે પેનલ્ટી, થર્ડ પાર્ટી પીમ્રિયમને જરૂર બનાવવા, રોડ સેફ્ટી પર વિશેષ ધ્યાન સહિત અનેક મોટા મુદ્દા આ બિલમાં સામેલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જુના બિલમાં લગભગ 88 સંશોધન કરવામાં આવ્યા છે.
મોટર વ્હીકલ એક્ટની જે નવી જોગવાઈ બિલમાં કરવામાં આવી છે તે અનુસાર દારૂ પીને ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારી 10000 રૂપિયા કરવામાં આવ્યો. ઉપરાં ઇમરજન્સી વાહનને રસ્તો ન આપવા પર 10,000 રૂપિયાનો દંડ, મોબાઈલ પર વાત કરવા પર દંડ 1000થી વધારીને 5000 કરવાની જોગવાઈ છે.
ઉપરાંત હેલ્મેટ વગર ગાડી ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ જપ્તની જોગવાઈ છે. હાલમાં માત્ર 100 રૂપિયા દંડ આપવો પડે છે. લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરવા પર દંડ 500થી વધારીને 5000 રૂપિયા કરવામાં આવ્યો છે.
ગતિ મર્યાદા કરતાં વધારે ફાસ્ટ ગાડી ચલાવવા પર 500થી વધારીને દંડ 5000 કરવામાં આવ્યો છે. સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવા પર દંડ 100 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવાની જોગવાઈ છે.
નવા બિલમાં કોઈ સગીર ગાડી ચલાવતા પકડાય તો અભિભાવક અથવા માલિકને દોષી માનીને 25,000 રૂપિયાના દંડની સાથે સાથે ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. ગાડીનું રજિસ્ટ્રેશન પણ રદ્દ થશે. બિલમાં મહત્ત્વની જોગવાઈ આધાર નંબરની છે. હવે લાયસન્સ લેવા અને ગાડીના રજિસ્ટ્રેશન માટે આધાર ફરજીયાત કરવાની જોગવાઈ છે. લાયસન્સની વેલિડીટી ખત્મ થયાના 1 વર્ષ સુધીમાં તેને રિન્યુ કરાવી શકાશે. પહેલા આ સમયગાળો 1 મહિનાનો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement