શોધખોળ કરો
Advertisement
નવા મોટર વ્હીકલ એક્ટ પર ગડકરીએ કહ્યું- દંડ ઘટાડ્યા બાદ અકસ્માત માટે રાજ્ય જવાબદાર
ગડકરીએ કહ્યું દંડ ઓછો કરવો કે નવો કાયદો લાગુ નહીં કર્યા બાદ જો દુર્ઘટનામાં કોઈનો જીવ જાય છે તો તેની જવાબદારી રાજ્ય સરકારની છે. દંડ ઓછો કરવું યોગ્ય નથી, કાયદા પ્રત્યે ભય અને સન્માન નથી.
નવી દિલ્હી: નવા મોટર વ્હીકલ એક્ટને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભારે ભરખમ દંડની જોગવાઈને લઈ અનેક રાજ્યમાં વિરોધ પણ થઈ રહ્યો છે. ભાજપ શાસિત મહારાષ્ટ્ર સરકારે તેને લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ સિવાય ગુજરાતમાં પણ દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ,મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં પણ નવો કાયદો લાગુ કર્યા નથી. આ સમગ્ર મામલે કેન્દ્રીય પરિવહનમંત્રી નિતિન ગડકરીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે દંડ ઘટાડવું અને નવો કાયદો લાગુ ન કરવું યોગ્ય નથી. ગડકરીએ કહ્યું દંડ ઘટાડ્યા બાદ જો રોડ અકસ્માતમાં કોઈનું મોત થાય તેની જવાબદારી રાજ્ય સરકારની છે.
ગડકરીએ કહ્યું કે દુનિયામાં સૌથી વધુ રોડ અકસ્માતમાં મૃત્યુ ભારતમાં થાય છે. સડક દુર્ઘટનાઓના કારણે દેશને 2 ટકા જીડીપીનું નુકસાન પણ થાય છે. દંડ ઓછો કરવો કે નવો કાયદો લાગુ નહીં કર્યા બાદ જો દુર્ઘટનામાં કોઈનો જીવ જાય છે તો તેની જવાબદારી રાજ્ય સરકારની છે. તેમણે કહ્યું, દબાણમાં રાજ્ય સરકાર દંડ ઓછો ના કરે, દંડ ઓછો કરવું યોગ્ય નથી, કાયદા પ્રત્યે ભય અને સન્માન નથી.
ગડકરીએ ઉદાહરણ આપતા કહ્યું કે, બળાત્કારના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ છે. અમે કોઈને ફાંસી નથી આપવા માંગતા પરંતુ જોગવાઈ એટલા માટે છે કે કોઈ બીજુ તેવું કૃત્ય ના કરે. હવે એમાં પણ એવા લોકો છે કે જે ફાંસીની સજા વિરુદ્ધ છે. શું માત્ર લોકોના જીવ બચાવવાની જવાબદારી ભારત સરકારની જ છે ? રાજ્ય સરકાર પણ તેના માટે જવાબદાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement