Bihar Politics: બિહારની નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઇ, 24 ઓગસ્ટના રોજ થશે ફ્લોર ટેસ્ટ
બિહારમાં નવી સરકારની બન્યા બાદ નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી
Bihar New Government Formation: બિહારમાં નવી સરકારની બન્યા બાદ નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી. આ જ કેબિનેટની બેઠકમાં 24 ઓગસ્ટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિહારની નવી સરકારમાં બિહાર વિધાનસભાનું વિશેષ સત્ર 24 અને 25 ઓગસ્ટે યોજાશે. નીતિશ અને તેજસ્વીની સરકારનો ફ્લોર ટેસ્ટ 24 ઓગસ્ટે થશે.
Nitish Kumar didn't want to become CM in 2020 but you (BJP) forcefully made him CM... RCP Singh came to JDU as an agent of BJP. You (BJP) did not follow coalition dharma. We are not afraid of Income Tax, CBI and ED: JD(U) national president Rajiv Ranjan (Lalan) Singh pic.twitter.com/mW4moWzhGH
— ANI (@ANI) August 10, 2022
બિહારના રાજભવનમાં આયોજિત આ શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે અને તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. હવે બિહારમાં મહાગઠબંધનની સરકાર છે જેમાં આરજેડી, જેડીયુ, કોંગ્રેસ, હમ અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે.
Nitish calls Lalu before oath, RJD supremo congratulates him
— ANI Digital (@ani_digital) August 10, 2022
Read @ANI Story | https://t.co/yOKEEbeVfl
#NitishKumar #BiharPoliticalCrisis #LaluPrasadYadav #RjdBihar pic.twitter.com/E1PKjjLmVi
આ પહેલા આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ જ મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી એક મહિનામાં રાજ્યના ગરીબો અને યુવાનોને બમ્પર રોજગાર આપવામાં આવશે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે આ રોજગાર એટલો ભવ્ય હશે, જેટલો અત્યાર સુધી અન્ય કોઈ રાજ્યમાં થયો નથી. અગાઉ તેજસ્વીએ કહ્યું હતું કે બિહારે તે કર્યું છે જેની દેશને જરૂર હતી. અમે તેમને એક રસ્તો બતાવ્યો છે. અમારી લડાઈ બેરોજગારી સામે છે, તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર ગરીબો અને યુવાનોની પીડા અનુભવે છે.
બિહારમાં આ સમગ્ર રાજકીય ક્રમ પર જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન (લલન) સિંહે કહ્યું કે નીતીશ કુમાર વર્ષ 2020માં મુખ્યમંત્રી બનવા માંગતા ન હતા પરંતુ તમે (ભાજપ) તેમને બળજબરીથી મુખ્યમંત્રી બનાવ્યા. આરસીપી સિંહ ભાજપના એજન્ટ તરીકે જેડીયુમાં આવ્યા હતા. તમે (ભાજપ) ગઠબંધન ધર્મનું પાલન નથી કર્યું, અમે ઈન્કમટેક્સ, સીબીઆઈ અને ઈડીથી ડરતા નથી
Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા