શોધખોળ કરો
Advertisement
બિહારમાં નીતિશ સરકારે પાન-મસાલા પર લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે કારણ
રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગે સ્વાસ્થ્યના હિત માટે અલગ અલગ પ્રકારના પાન-મસાલા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે
પટનાઃ બિહારમાં નીતિશ સરકારે પાન-મસાલાને લઇને મોટો નિર્ણય લીધો છે, રાજ્યમાં પાન-મસાલાના વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મસાલાના નમૂનાની તપાસ દરમિયાન તેમાંથી મેગ્નેશિયમ કાર્બોનેટ મળી આવ્યુ હતુ. મેગ્નેશિયમ કાર્બોનેટથી હ્રદયને ગંભીર બિમારીઓ થાય છે. રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગે સ્વાસ્થ્યના હિત માટે અલગ અલગ પ્રકારના પાન-મસાલા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. બિહાર પાન-મસાલા પર પ્રતિબંધ લગાવનારુ દેશનુ બીજુ રાજ્ય બની ગયુ છે.
ફૂડ સેફ્ટી એક્ટ 2006 અંતર્ગત પાન-મસાલામાં મેગ્નેશિયમ કાર્બોનેટ મેળવવુ પ્રતિબંધિત છે. એટલા માટે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાલ પુરતો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેટલીક અન્ય બ્રાન્ડના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે આ બ્રાન્ડ પર લગાવ્યો પ્રતિબંધ
રજનીગંધા પાનમસાલા, રાજ નિવાસ પાન-મસાલા, સુપ્રીમ પાન- પરાગ પાન-મસાલા, પાન પરાગ પાન-મસાલા, બહાર પાન-મસાલા, બાહુબલી પાન-મસાલા, રાજશ્રી પાન-મસાલા, રોનક પાન-મસાલા, સિગ્નેચર પાન-મસાલા, પસદ પાન-મસાલા, કમલા પસંદ પાન-મસાલા અને મધુ પાન-મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion