શોધખોળ કરો
Advertisement
ડેબિટ કાર્ડ ટ્રાંઝેક્શન પર સર્વિસ ચાર્જ નહિ, જાણો સરકારે બીજી કઈ આપી રાહતો
નવી દિલ્લી: નોટબંધી પર આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે આજે મોટી જાહેરાતો કરી છે. શશિકાંત દાસે આજે જણાવ્યું કે હવે ડેબિટ કાર્ડ ટ્રાંઝેક્શન પર 31 ડિસેમ્બર સુધી કોઈ ચાર્જ લગાવવામાં નહિ આવે.
તેમજ Paytm જેવા ઈ-વૉલેટમાં હવે 10ને બદલે 20 હજાર રૂપિયા જમા કરી શકાય છે. આ દરમિયાન નાણા પ્રધાને ખેડૂતોને રાહત આપતા જિલ્લા સહકારી બેંકોને 21 હજાર કરોડ કેશ આપવાનું એલાન કર્યુ છે.
શક્તિકાંત દાસે જણાવ્યું કે RuPay કાર્ડનો સ્વિચિંગ ચાર્જ પણ માફ કરવામાં આવ્યો છે. લોકોની સુવિધા માટે પોસ્ટ ઓફિસોમાં પણ પાંચસો અને 2000ની નવી નોટો પહોંચાડવામાં આવી છે.
શક્તિકાંત દાસે કહ્યું કે નાબાર્ડ અને સહકારી બેંકોને 21 હજાર કરોડ રૂપિયા આપવા અંગે સ્વિકૃતિ આપી છે. આ નવા પગલાથી સિઝનમાં ખેડૂતોને રોકડ રકમની સમસ્યાનો સામનો નહિ કરવો પડે.
શક્તિકાંત દાસે કહ્યું કે 31 ડિસેમ્બર સુધી ક્રેડિટ કાર્ડ પર સર્વિસ ચાર્જ નહિ લાગે અને રેલવેની ઓનલાઈટ ટિકિટ પર પણ સર્વિસ ચાર્જ નહિ વસૂલવામાં આવે. તેમજ ફોન પરથી ટ્રાંઝેક્શન કરવામાં પણ સર્વિસ ચાર્જ નહિ લાગે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement