શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા? સંસદમાં સરકારે શું આપ્યો જવાબ?
એક સાંસદે સરકારને સવાલ કર્યો હતો કે કોરોનાને ફેલાતો અટકાવવા 25 માર્ચથી દેશભરમાં લાગુ કરવામાં આવેલા 68 દિવસના લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા છે
નવી દિલ્હીઃ આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઇ ગયું છે. વિપક્ષ સરકારને લેખિતમાં સતત સવાલ પૂછી રહ્યું છે. એક સાંસદે સરકારને સવાલ કર્યો હતો કે કોરોનાને ફેલાતો અટકાવવા 25 માર્ચથી દેશભરમાં લાગુ કરવામાં આવેલા 68 દિવસના લોકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના મોત થયા છે. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, આ અંગેના કોઇ આંકડા ઉપલબ્ધ નથી. કારણ કે આ પ્રકારના આંકડાઓ એકઠા કરવામાં આવ્યા નહોતા.
તે સિવાય સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે શું સરકારે તમામ રાશનકાર્ડ ધારકોને મફતમાં રાશન આપ્યું છે. જો હા તો તેની જાણકારી આપો. જેના પર મંત્રાલય તરફથી રાજ્ય પ્રમાણે આંકડાઓ ઉપલબ્ધ ન હોવાની વાત કરી હતી પરંતુ 80 કરોડ લોકોને પાંચ કિલો વધારાના ચોખા અથવા ઘઉં, એક કિલો દાળ નવેમ્બર 2020 સુધી આપવાની વાત કરાઇ હતી.
લોકસભાના ઇતિહાસમાં પ્રથમવાર કાર્યવાહીમાં ભાગ લેનારા સાંસદોને પોતાની બેઠકો પર બેસીને બોલવાની મંજૂરી અપાઇ હતી. પ્રથમવાર લોકસભાના સભ્યોએ રાજ્યસભામાં બેસીને સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion