ચીન-અમેરિકા સહિત યૂરોપના આટલા દેશોમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો, જાણો ક્યાં કેટલો થયો કેસોમાં વધારો ?
ચીન-અમેરિકા સહિતના દેશોમાં ફરી એકવાર કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના BA.2 એ લોકોને ઝપેટમાં લેવાનુ શરૂ કરી દીધુ છે
નવી દિલ્હીઃ કોરોના મહામારીએ છે બે વર્ષથી વધુ સમયથી વિશ્વને ઝપેટમાં લઇ લીધુ છે, પરંતુ આ મહામારી હજુ સુધી ગઇ નથી, અને ડબલ્યએચઓ પણ કહી ચૂક્યુ છે કે કોરોના નવા વેરિએન્ટ સાથે પાછો આવી શકે છે, જેથી સાવચેતી રાખવી જરૂરી છે. હવે રિપોર્ટ છે કે, કોરોના ફરી એકવાર નવા વેરિએન્ટ સાથે વિશ્વના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ફરી એકવાર ચીન, અમેરિકા, યૂરોપ સહિતના ઘણાબધા દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોનના BA.2 વેરિયન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
નવો વેરિએન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે -
ચીન-અમેરિકા સહિતના દેશોમાં ફરી એકવાર કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના BA.2 એ લોકોને ઝપેટમાં લેવાનુ શરૂ કરી દીધુ છે. યુરોપમાં વધતા કેસોની વાત કરીએ તો, જર્મનીમાં 7 થી 14 માર્ચની વચ્ચે સાપ્તાહિક રીતે 1,88,304 કેસમાં વધારો થયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન ફ્રાન્સમાં 1,64,884 કેસ વધ્યા છે. ખાસ વાત છે કે, કોરોનાની નવી લહેરને રોકવા માટે રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.
જાણો ક્યાં કેવી છે સ્થિતિને કેટલા વધ્યા કેસો -
ઇટાલીઃ- ઇટાલીમાં કોરોનાના કેસની વાત કરીએ તો શુક્રવારે 75,616 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જોકે, ગુરુવારની સરખામણીએ તેમાં થોડો ઘટાડો થયો હતો. ગુરુવારે 81,811 કેસ નોંધાયા હતા. એ જ રીતે, ગુરુવારના 182ની સરખામણીમાં મૃત્યુ પણ ઘટીને 146 થયા હતા.
ફ્રાન્સ:- મંગળવારે, ફેબ્રુઆરી પછી સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. આ દિવસે એક દિવસમાં 1.80 લાખ નવા સંક્રમિત મળી આવ્યા હતા. અઠવાડિયા-દર-સપ્તાહના આધારે, 7 થી 14 માર્ચની વચ્ચે 1,64,884 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કુલ 20,616 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોંગકોંગ:- આ શહેરની સ્થિતિ એક મહિના બાદ થોડી સુધરી છે, કોરોનાના કેસમાં અહીં ઘટ્યાં છે. અહીં સરકારી વિભાગ ફરીથી શરુ કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.આ દેશમાં 21 એપ્રિલથી સરકારી વિભાગ સામાન્ય સેવામાં આવી જશે.
જર્મની:- ગુરુવારના દિવસે 3 લાખ સુધી કોરોનાનો કેસ નોંધાયા હતા. 7 થી 14 માર્ચની વચ્ચે દેશમાં 1,88,304 કેસ વધ્યા હતા. અન્ય બીમારીઓથી ત્રસ્ત 60 વર્ષથી પણ વધુ ઉંમરનાં લોકોને બીજો બૂસ્ટર ડોઝ લેવા માટે કહેવામાં આવ્યુ છે.
ઓસ્ટ્રેલિયા:- કોરોનાની પરિસ્થિતિ ઑસ્ટ્રેલિયામાં કોવિડ-19 નો ચોછો ડોઝ આપવાનું શરુ કરશે.
આ પણ વાંચો.......
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ