શોધખોળ કરો
Advertisement
કોરોનાના દર્દીઓની સારવાર માટે 1000 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવશે ઓડિશા સરકાર
હાલમાં ઓડિશામાં કોરોના વાયરસના ફક્ત બે દર્દીઓ નોંધાયા છે.
ભુવનેશ્વરઃ કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇ માટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ લડી રહી છે. ઓડિશા સરકારે હવે 1000 બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે. આ હોસ્પિટલમાં પુરી રીતે કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવામાં આવશે. હાલમાં ઓડિશામાં કોરોના વાયરસના ફક્ત બે દર્દીઓ નોંધાયા છે. આ અગાઉ ચીનમાં પણ કોરોના ફેલાયા બાદ ત્યાંની સરકારે ફક્ત 10 દિવસની અંદર જ 1000 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવી દીધી હતી.
ઓડિશા દેશમાં આવું કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે જે અલગથી કોરોનાના દર્દીઓ માટે આટલી મોટી હોસ્પિટલ બનાવવા જઇ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ હોસ્પિટલ ફક્ત 15 દિવસમાં તૈયાર થઇ જશે અને દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે. સરકારે આ માટે કરાર પણ કર્યા હતા.
ઓડિશામાં પણ મંગળવારે લોકડાઉન લાગુ થયા બાદ ભુવનેશ્વરના રસ્તાઓ પર લગભગ 1200 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જે લોકોને ઘરની બહાર નીકળવામાં રોકી રહ્યા હતા. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લોકોને કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા 21 દિવસના લોકડાઉનનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement