(Source: ECI/ABP News/ABP Majha)
સેનેટાઈઝરની જેમ જ હવે ખીસ્સામાં લઈ જઈ શકાશે ઓક્સિજન, IIT કાનપુરના પૂર્વ વિદ્યાર્થીએ બનાવી આ ખાસ બોટલ
કોઈની તબિયત બગડવા પર તેને આ બોટલ દ્વારા ઓક્સિજનના કેટલાક શોટ્સ આપીને હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય છે.
કોરોના વાયરસ મહામારીની બીજી લહેરે ભારતમાં હાહાકાર મચાવ્યો હતો. આ લહેર દરમિયાન અનેક લોકોના ઓક્સિજન ન મળવાને કારણે મોત થયા હતા. ચારેય બાજુ ઓક્સિજનને લઈને હાહાકાર જોવા મળ્યો હતો. કોરોના વાયરસ હજુ પણ ગયો નથી. લોકોને હજુ પણ માસ્ક અને સેનેટાઈઝર પોતાની સાથે લઈને ચાલવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે હવે સેનેટાઈઝરની સાથે ઓક્સિજનને પણ ખીસ્સામાં લઈને ચાલી શકાશે. હાં આવી ટેકનીકની શોધ કરવામાં આવી છે જેથી તમે ઓક્સિજનની બોટલ તમારી સાથે લઈ જઈ શકશો. આવો જાણીએ તેના વિશે.
આટલી જ છે કિંમત
IIT કાનપુરના પૂર્વ વિદ્યાર્થી અને ઈ-સ્પિન નેનોટેક પ્રાઈવેટ લિમિટેડના ડો. સંદીપ પાટિલે ઓક્સીરાઈઝ નામની બોટલ બનાવી છે. જેમાં 10 લિટર ઓક્સીજન ગેસને સ્ટોર કરી શકાય છે. તેની ખાસિયત એ છે કે કોઈની તબિયત બગડવા પર તેને આ બોટલ દ્વારા ઓક્સિજનના કેટલાક શોટ્સ આપીને હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય છે. આ ખૂબ જ કામની ઓક્સિજન બોટલ છે જેની કિંમત માત્ર 499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમે તેને ઓનલાઈન પણ ખરીદી શકો છો.
મોઢામાં સ્પ્રે કરીને આપી શકાશે ઓક્સિજન
ડો. સંદીપ પાટિલનું કહેવું છે કે, મહામારીના આ સમયમાં ઓક્સિજનની આ ગંભીર સમસ્યાને કારણે તેની શોધ કરવામાં આવી છે. આ પોર્ટેબલ છે અને ઇમરજન્સીમાં તેનો ખૂબ જ સરળતાથી ઉપયોગ કરી શકાય છે. પાટિલ અનુસાર આ બોટલમાં એક ખાસ ડિવાઈસ પણ લગાવવામાં આવ્યું છે જેના દ્વારા દર્દીના મોઢામાં સ્પ્રે કરીને ઓક્સિજન આપી શકાય છે. તેનું વેચાણ કંપનીની વેબસાઈટ swasa.in થી કરી શકાય છે. હાલમાં એક દિવસમાં 1000 બોટલનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.
ત્રીજી લહેરને લઈને પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી, કહ્યું- પહેલાથી વધારે સાવચેત રહેવાની જરૂર