શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
LOC પર પાકિસ્તાનની નાપાક હરકત, પુંછમાં કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બહાર નથી આવતું. પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પાસે બે સેક્ટરોમાં ચોકીઓ અને ગામોને નિશાન બનાવી ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
જમ્મુ: પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પાસે બે સેક્ટરોમાં ચોકીઓ અને ગામોને નિશાન બનાવી ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. રક્ષા વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે સીઝ ફાયરમાં ભારતની સરહદ પર નુકશાનના કોઈ સમચાર નથી.
પ્રવક્તાએ જણાવ્યું કે કૃષ્ણા ઘાટી સેક્ટર પર સવારે પોણા નવ વાગ્યે અને સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે પુંછ સેક્ટર પર મોર્ટાર છોડવામાં આવ્યા અને હથિયારોથી ફાયરિંગ પણ કર્યું, તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ શાહપુર-કેરની સેક્ટરમાં 1 સપ્ટેમ્બરે અગ્રિમ ચોકીઓ અને ગામને નિશાન બનાવ્યા હતા, જેમાં એક જવાન શહીદ થયો હતો. ત્યારે શનિવારે સોપોરેના દંગેરપોરામાં આતંકી હુમલામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ હમણાં સ્થિર છે.#JammuAndKashmir: Pakistan violated ceasefire in POONCH, at around 5:30 pm today. Indian Army is retaliating.
— ANI (@ANI) September 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion