શોધખોળ કરો

PAKની શરમજનક કરતૂત, ટર્બુલન્સમાં ફસાયેલી ઈન્ડિગોની ફ્લાઇટને એરસ્પેસનો ઉપયોગ કરવાની ન આપી મંજૂરી

Delhi-Srinagar Indigo Flight: પાકિસ્તાની એર સ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી

Delhi-Srinagar Indigo Flight: દિલ્હી-શ્રીનગર ફ્લાઈટ ઈન્ડિગો ફ્લાઈટ 6E2142ને બુધવારે (21 મે, 2025) ટર્બુલન્સમાં ફસાયા બાદ  શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. દરમિયાન, વિમાનના પાયલટે ટર્બુલન્સથી બચવા માટે લાહોર એર ટ્રાફિક કંન્ટ્રોસ (ATC) પાસે થોડા સમય માટે પાકિસ્તાની એર સ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી.

ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

સૂત્રોએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ફ્લાઇટ 6E2142ના કેસની તપાસ કરી રહ્યું છે. બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સહિત 220થી વધુ લોકોને લઈ જતી ફ્લાઇટ પર અચાનક કરા પડ્યા અને પાયલટે શ્રીનગર એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને ઇમરજન્સીની જાણ કરી હતી. જોકે, બાદમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાને એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી

સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે જ્યારે વિમાન અમૃતસર ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે ખરાબ હવામાનના કારણે પાયલટે લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી માંગી હતી. આ પરિસ્થિતિ ટાળવા માટે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ લાહોર એટીસીએ તેને નકારી કાઢી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવાનગી ન મળવાના પરિણામે વિમાનને તે જ રૂટ પર આગળ વધવું પડ્યું જ્યાં તેને હવામાં જોરદાર પવન અને કરા પડવાનો સામનો કરવો પડ્યો. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને પડોશી દેશે ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ભારતે પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે.

આ વિમાનમાં ટીએમસીનું પ્રતિનિધિમંડળ હતું

ઈન્ડિગોએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીથી શ્રીનગર જતી તેમની ફ્લાઇટ નંબર 6E2142 પર અચાનક કરા પડવા લાગ્યા હતા. એરલાઇને જણાવ્યું હતું કે, "ફ્લાઇટ અને ક્રૂએ નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાનને શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. વિમાન આવ્યા પછી એરપોર્ટ ટીમે મુસાફરોની સંભાળ રાખી." વિમાનમાં તૃણમૂલ કોંગ્રેસનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ સવાર હતું, જેમાં ડેરેક ઓ'બ્રાયન, નદીમુલ હક, સાગરિકા ઘોષ, માનસ ભૂનિયા અને મમતા ઠાકુરનો સમાવેશ થતો હતો.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?
Embed widget