શોધખોળ કરો
Advertisement
આતંકવાદ પર પાકિસ્તાનને ઝટકો, ગ્રે લિસ્ટમાં રાખવાની સાથે FATFએ આપી ચેતવણી
એફએટીએફએ પેટા જૂથને એક ભલામણ કરી હતી કે આતંકવાદને થતી આર્થિક મદદને કાબૂમાં લેવામાં નિષ્ફળ હોવાના કારણે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં રાખવામાં આવે જેના પર ગુરુવારે સમિતિએ નિર્ણય લીધો હતો.
નવી દિલ્હીઃ વૈશ્વિક આતંકવાદને મળતી આર્થિક મદદ પર નજર રાખનારા એફએટીએફએ આતંકવાદીઓને થતી આર્થિક મદદને કાબૂમાં લેવામાં નિષ્ફળ થવાના કારણે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય લીધો છે. એફએટીએફએ પેટા જૂથને એક ભલામણ કરી હતી કે આતંકવાદને થતી આર્થિક મદદને કાબૂમાં લેવામાં નિષ્ફળ હોવાના કારણે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં રાખવામાં આવે જેના પર ગુરુવારે સમિતિએ નિર્ણય લીધો હતો.
બીજી તરફ એફએટીએફમાં તુર્કીને છોડીને તમામ 39 સભ્યોએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા જૂન સુધીમાં બાકી રહેલા 13 એક્શન પ્લાન પર કામ કરવા કહેવામાં આવ્યુ છે. જેમાં આતંકી સંગઠનોના વડાની ધરપકડ પણ સામેલ છે. પેરિસમાં રાજદ્ધારી અને એફએટીએફના સભ્યોએ એ વાત પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યુ છે કે કઇ રીતે પાકિસ્તાન એફએટીએફની ટેકનિકલ પ્રક્રિયાનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વાત તુર્કીના રાષ્ટ્રપતિ અને મલેશિયાના વડાપ્રધાનના નિવેદનથી સાબિત થઇ ગઇ હતી. વાસ્તવમાં એફએટીએફના એક દિવસ અગાઉ તુર્કીના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું હતું કે તુર્કી બ્લેક લિસ્ટમાંથી બહાર નીકળવામાં પાકિસ્તાનની મદદ કરશે. જ્યારે મલેશિયાના વડાપ્રધાને આતંક સામે લડવા માટે પાકિસ્તાનના વખાણ કર્યા હતા. આ નિર્ણય એફએટીએફની ઇન્ટરનેશનલ સહકાર સમીક્ષા જૂથની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠક પેરિસમાં પૂર્ણ સત્ર દરમિયાન થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement