શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને કર્યુ સીઝફાયરનુ ઉલ્લંઘન, ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ
રિપોર્ટ છે કે જમ્મુ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં સીઝફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. આમાં બે જવાન શહીદ અને ચાર જવાન ઘાયલ થવાના સમાચાર છે
જમ્મુઃ પાકિસ્તાન સતત પોતાની નાપાક હરકતો કરી રહ્યું છે, તાજેતરમાં જ પાકિસ્તાન તરફથી સીઝફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ, જેમાં બે ભારતીય જવાન શહીદ થયા છે. રિપોર્ટ છે કે જમ્મુ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં સીઝફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. આમાં બે જવાન શહીદ અને ચાર જવાન ઘાયલ થવાના સમાચાર છે. ભારતીય સેના તરફથી જણાવવામાં આવ્યુ કે પાકિસ્તાની સૈનિક કોઇપણ જાતના ઉકસાવ્યા વિના જમ્મુ-કાશ્મીરના નૌગામ સેક્ટરમાં સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ, જેમાં બે સૈનિકો શહીદ, અને ચાર અન્ય ઘાયલ થયા છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સીઝફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતુ, અહીં એલઓસીની પાસે પાકિસ્તાન તરફથી જબરદસ્ત ફાયરિંગ કરીને મોર્ટારના ગોળા પણ ફેંકવામાં આવ્યા, જેમાં સેનાનો એક જવાન શહીદ થઇ ગયો, અને અન્ય ઘાયલ થયા હતા. એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યુ કે પાકિસ્તાની સેના છેલ્લા પાંચ દિવસથી પુંછમાં રહેણાંક વિસ્તારનો નિશાન બનાવી રહી છે. ફાયરિંગમાં મંગળવારે કેટલાય જવાનો ઘાયલ થઇ ગયા હતા. પાકિસ્તાને સપ્ટેમ્બરમાં 47 વાર સંઘર્ષવિરામ કરારનુ ઉલ્લંઘન કર્યુ. આ પહેલા રાજૌરીના કેરી સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ બે સપ્ટેમ્બરે સંઘર્ષવિરામ કરારનુ ઉલ્લંઘન કર્યુ હતુ, આ દરમિયાન એક જેસીઓ શહીદ થઇ ગયા હતા. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો





















