શોધખોળ કરો

જ્યોતિ મલ્હોત્રા, પ્રિયંકા સેનાપતિ સહિત એ 10 લોકો કોણ છે, જેના પર દેશ સાથે ગદ્દારી કરવાનો લાગ્યો આરોપ

Pakistani Spies in India List: સૌ પ્રથમ પંજાબમાંથી બે જાસૂસો ગઝાલા અને યામીન મોહમ્મદ પકડાયા હતા

Pakistani Spies in India List: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. ઓપરેશન સિંદૂર પછી 8 મેથી અત્યાર સુધીમાં સુરક્ષા એજન્સીઓએ દસ જાસૂસોની ધરપકડ કરી છે. તે બધા પાકિસ્તાન સાથે સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા ઘણા વધુ લોકોને શોધી રહી છે.

ગઝાલા અને યામીન મોહમ્મદ પંજાબમાંથી ઝડપાયા હતા

સૌ પ્રથમ પંજાબમાંથી બે જાસૂસો ગઝાલા અને યામીન મોહમ્મદ પકડાયા હતા. આ બંને જાસૂસોની પંજાબની મલેરકોટલા પોલીસે ધરપકડ કરી હતી. આ બંનેની ધરપકડ બાદ એ વાત સામે આવી કે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતો દાનિશ તેમને મળતો હતો. તે પાકિસ્તાનના વિઝા મેળવવા માટે તેમની પાસે જતો હતો. એટલું જ નહીં, દાનિશ દ્વારા તેના મોબાઇલમાં ઓનલાઇન પૈસા પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

નોમાન ઇલાહીની 14 મેના રોજ હરિયાણાથી ધરપકડ કરવામાં આવી

14 મેના રોજ પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરતા નોમાન ઇલાહીની ધરપકડ કરી હતી. નોમાનની હજુ પૂછપરછ ચાલી રહી છે. એવો આરોપ છે કે નોમાન પાકિસ્તાનના કેટલાક એજન્ટોના સંપર્કમાં છે. તે તેમને સંવેદનશીલ માહિતી પૂરી પાડતો હતો. નોમાન કૈરાના ગામનો રહેવાસી છે અને હાલમાં પાણીપતમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.

જાસૂસ દેવિન્દર સિંહ ઢિલ્લોંની કૈથલમાંથી ધરપકડ

પાકિસ્તાનને મદદ કરનાર દેવિન્દર સિંહ ઢિલ્લોંની પણ હરિયાણાના કૈથલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેણે ભારતના લશ્કરી ઓપરેશન સિંદૂર અને લશ્કરની પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી પાકિસ્તાનને પૂરી પાડી હતી. આરોપીએ કબૂલાતા કરી હતી કે તે કોરિડોર દ્વારા પાકિસ્તાનમાં સ્થિત કરતારપુર સાહિબ, નનકાના સાહિબ, લાહોર અને પંજા સાહિબ જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ગયો હતો. આ સમય દરમિયાન તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના સંપર્કમાં આવ્યો હતો.

જાસૂસીના આરોપસર યુટ્યુબર જ્યોતિની ધરપકડ

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની હરિયાણાની હિસાર પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા દાનિશ નામના અધિકારીના સંપર્કમાં હતી, જેને ભારત સરકારે 13 મેના રોજ દેશ છોડી દેવાનું કહ્યું હતું. ટ્રાવેલ બ્લોગર જ્યોતિ પાકિસ્તાન સાથે ગુપ્ત માહિતી શેર કરી રહી હતી. તેણીએ 2023માં પહેલી વાર પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. 2023થી તેણી ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂકી છે.

જ્યોતિએ તેના ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનને લગતા ઘણા વીડિયો પણ શેર કર્યા છે. તે પાકિસ્તાનમાં દાનિશને મળી ત્યારબાદ તે સતત દાનિશના સંપર્કમાં હતી. જ્યોતિની પાંચ દિવસના રિમાન્ડ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યોતિ સતત પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતી.

પાકિસ્તાની જાસૂસ અરમાનની નૂહમાંથી ધરપકડ

પાકિસ્તાન માટે જાસૂસી કરનારા અરમાનની નગીના પોલીસ સ્ટેશન હેઠળના રાજાકા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે તે વોટ્સએપના માધ્યમથી દેશની લશ્કરી પ્રવૃત્તિઓ વિશેની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પોલીસે તેમની સામે રાજદ્રોહ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પણ પૂછપરછ કરાઇ

પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પણ તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. ખરેખર સપ્ટેમ્બર 2024માં જ્યોતિ મલ્હોત્રા પુરી ગઇ હતી. દરમિયાન તે પ્રિયંકાને મળી હતી. હવે એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું પ્રિયંકા જ્યોતિની ગતિવિધિઓથી વાકેફ હતી કે પછી તે કંઈક શેર કરી રહી હતી.

નવાંકુર ચૌધરીની શરૂ કરાઇ તપાસ

યુટ્યુબર નવાંકુર ચૌધરી પર પણ પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જોકે, તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

યુપીના રામપુરથી શહઝાદની ધરપકડ

ઉત્તર પ્રદેશના રામપુરના એક વેપારી શહજાદની રવિવારે મુરાદાબાદથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એસટીએફએ જણાવ્યું હતું કે તેણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતી તેના માસ્ટર્સને આપી હતી. તે ઘણી વખત પાકિસ્તાન ગયો હતો અને કથિત રીતે કપડાં અને મસાલાઓની દાણચોરીમાં સામેલ હતો.

મોહમ્મદ મુર્તઝા અલીની જલંધરમાંથી ધરપકડ

ગુજરાત પોલીસે જાલંધરમાં દરોડા દરમિયાન મોહમ્મદ મુર્તઝા અલીની ધરપકડ કરી હતી. પાકિસ્તાનની ISI માટે જાસૂસી કરતો હોવાની ગુપ્ત માહિતીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ચાર મોબાઈલ ફોન અને ત્રણ સિમ કાર્ડ મળી આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
વાલીઓ ચેતી જજો! શું તમારી દીકરી ટ્યુશનમાં સુરક્ષિત છે? મહેસાણાની આ ઘટના કાળજુ કંપાવી દેશે
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Surat Crime: રેવ પાર્ટી માટે લવાતું ₹6 કરોડનું કોબ્રા ઝેર સુરતમાંથી ઝડપાયું! SOG ના ઓપરેશનમાં 7 ઝડપાયા
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Embed widget