GNCTD amendment billને સંસદની મળી મંજૂરી, CM કેજરીવાલે કહ્યું- દેશની લોકશાહી માટે આ દુખદ દિવસ
રાજ્ય સભામાં વિધેયક પર ચર્ચા દરમિયાન જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, બંધારણ અનુસાર સીમિત અધિકારોવાળું દિલ્હી વિધાનસભાથી યુક્ત એક કેન્દ્રશાસિત રાજ્ય છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચૂકાદામાં કહ્યું છે કે, આ કેન્દ્ર શાસિત રાજ્ય છે. તમામ સંશોધનો કોર્ટના નિર્ણય અનુરુપ છે.
નવી દિલ્હી: દિલ્હીમાં ઉપ રાજ્યપાલ (LG)ને વધુ સત્તા આપનાર બિલ બુધવારે રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું છે. આ પહેલા 22 માર્ચના રાજ રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર સંશોધન વિધેયક 2021 (GNCTD સંશોધન વિધેયક) લોકસભામાંથી પાસ કરવામાં આવ્યું હતું. બિલનો આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ વિરોધ કર્યો હતો.
રાજ્યસભામાંથી બિલને મંજૂરી મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભારતની લોકશાહી માટે દુખદ દિવસ છે. લોકોને અધિકાર આપવા માટે અમે સંઘર્ષ ચાલુ રાખીશું. ગમે તે અવરોધો આવે, અમે સારા કામો કરવાનું ચાલુ રાખીશું. કામ ન તો અટકશે અને ન ધીમું થશે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ બિલનો વિરોધ કરતા કહ્યું કે, લોકશાહી માટે આજનો દિવસ કાળો દિવસ છે. દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના અધિકારો છીનવીને એલજીને સોંપવામાં આવી રહ્યાં છે. દિલ્હીની જનતા આ તાનાશાહી વિરુદ્ધ લડશે.''
રાજ્ય સભામાં વિધેયક પર ચર્ચા દરમિયાન જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, બંધારણ અનુસાર સીમિત અધિકારોવાળી દિલ્હી વિધાનસભાથી યુક્ત એક કેન્દ્રશાસિત રાજ્ય છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચૂકાદામાં કહ્યું છે કે, આ કેન્દ્ર શાસિત રાજ્ય છે. તમામ સંશોધનો કોર્ટના નિર્ણય અનુરુપ છે.
રાજ્ય સરકારની મોટી જાહેરાત, આગામી દિવસોમાં કેટલા હજાર શિક્ષકોની કરાશે ભરતી ? જાણો વિગતે
રેડ્ડીએ કહ્યું કે સંવિધાનની કલમ 239A હેઠળ રાષ્ટ્રપતિ દિલ્હી માટે ઉપરાજ્યપાલની નિમણૂક કરે છે. તેમણે કહ્યું કે, જો કોઈ વિષય પર ઉપરાજ્યપાલ અને દિલ્હીની ચૂંટાયેલી સરકાર વચ્ચે મતભેદ હોય તો ઉપરાજ્યપાલ તે અંગે રાષ્ટ્રપતિને જાણ કરે છે. તેમણે કહ્યું કે, દિલ્હીની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે દિલ્હી સરકારનો કોઈ અધિકાર ઓછો થયો નથી.